For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPLના ઈતિહાસનો સૌથી ઓવરરેટેડ ખેલાડી છે...: પાર્થિવ પટેલની પોસ્ટ થઈ વાયરલ

Updated: May 6th, 2024

IPLના ઈતિહાસનો સૌથી ઓવરરેટેડ ખેલાડી છે...: પાર્થિવ પટેલની પોસ્ટ થઈ વાયરલ

RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે IPL 2024માં 8 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 36 રન બનાવ્યા છે. ઘણા બોલરોએ આનાથી વધુ રન બનાવ્યા છે. હવે ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન પાર્થિવ પટેલે ખેલાડીને ખરાબ પ્રદર્શન માટે ઠપકો આપ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 

ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓપનિંગ અને વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા ભજવનાર પાર્થિવ પટેલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'ગ્લેન મેક્સવેલ...તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ ઓવરરેટેડ ખેલાડી છે...#IPL2024...' ઘણા યુઝર્સ તેની આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

IPL 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં 8 મેચ રમી ચૂકેલા મેક્સવેલનું ખરાબ ફોર્મ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન તે ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો છે. આ ખેલાડીએ અત્યાર સુધીના કુલ 36 રનમાંથી એક મેચમાં 28 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેની ત્રીજી મેચમાં આ રન બનાવ્યા હતા. 

તેનો અત્યાર સુધીનો સ્કોર 0, 3, 28, 0, 1, 0, 4 રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચમાં પણ તે માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.

RCB ફરી જીતના માર્ગ પર

RCB ની સિઝનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લી ત્રણ મેચ જીતીને RCB ફરી જીતના ટ્રેક પર આવી ગઇ છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સિઝનની ચોથી જીત નોંધાવી હતી. આ જીત સાથે તેના 8 પોઈન્ટ થઈ ગયા છે. RCB અત્યાર સુધી 11 મેચ રમી છે, જેમાં 7 હાર થઈ છે. ગુજરાત સામેની જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. RCBને પ્લેઓફની રેસમાં રહેવા માટે બાકીની ત્રણેય મેચો જીતવી પડશે. જો ટીમ આમ કરવામાં સફળ થાય છે તો તેણે અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.

Gujarat