For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPL 2024માં CSK સામે મોટી મુશ્કેલી, હવે પ્લેઓફમાં એન્ટ્રી માટે કરવું પડશે આ કામ

Updated: May 2nd, 2024

IPL 2024માં CSK સામે મોટી મુશ્કેલી, હવે પ્લેઓફમાં એન્ટ્રી માટે કરવું પડશે આ કામ

Image: Facebook

IPL 2024: પંજાબ કિંગ્સે બુધવારે રમાયેલી IPL મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવી દીધું. IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને પાંચમી હાર મળી છે. આ હાર બાદ હવે ચેન્નઈ સુપર કિંગ્સની સામે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સને 10 મેચમાં 5 જીત અને 5 મેચમાં હાર મળી છે.

CSK સામે મોટી મુશ્કેલી ઊભી થઈ

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. ચેન્નઈ સુપર કિંગ્સના અત્યાર સુધી 10 સ્કોર છે. ચેન્નઈ સુપર કિંગ્સનો વર્તમાન નેટ રન રેટ +0.627 છે. IPL 2024ના લીગ સ્ટેજમાં હવે ચેન્નઈ સુપર કિંગ્સને 4 મેચ રમવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2024ના પ્લેઓફમાં સ્થાન પાક્કું કરવા માટે પોતાની આગામી 4 માંથી 3 મેચ જીતવી જ પડશે. સાથે જ તેણે પોતાના નેટ રનરેટનું પણ ધ્યાન રાખવું પડશે કે તે અન્ય ટીમ કરતા ઘટી ન જાય. 

પ્લેઓફમાં એન્ટ્રી માટે કરવું પડશે આ કામ

ચેન્નઈ સુપર કિંગ્સ જો પોતાની આગામી 4 માંથી 3 મેચ જીતી લેશે તો તેનો સ્કોર 16 થઈ જશે. ચેન્નઈ સુપર કિંગ્સ આ રીતે 16નો સ્કોર લઈને પ્લેઓફમાં એન્ટ્રી કરી શકે છે. જોકે આ સરળ હશે નહીં. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની આગામી ચાર મેચ પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફ સુધીની સફર નક્કી કરવી કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી નથી.

ચેન્નઈ સુપર કિંગ્સની 10 મેચમાં પાંચમી હાર

રાહુલ ચહર અને હરપ્રીત બરાડની શાનદાર બોલિંગ બાદ જોની બેરસ્ટો (30 બોલમાં 46 રન) અને રાઈલી રુસો (23 બોલમાં 43 રન) ની આક્રમક બેટિંગથી પંજાબ કિંગ્સે IPL ટી20 મેચમાં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સને 13 બોલ બાકી રહેતા સાત વિકેટથી હરાવ્યું. રાહુલ ચહર અને બરાડે બે-બે વિકેટ લીધા સિવાય પોતાની ચાર-ચાર ઓવરમાં કોઈ બાઉન્ડ્રી વિના ક્રમશ: 16 અને 17 રન આપ્યાં. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 48 બોલમાં 62 રનની ઈનિંગના દમ પર ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા સાત વિકેટ પર 162 રન બનાવ્યાં. પંજાબે 17.5 ઓવરમાં 3 વિકેટ પર લક્ષ્ય પ્રાપ્ત કરીને 10 મેચમાં ચોથી જીત નોંધાવી. ચેન્નઈ સુપર કિંગ્સની 10 મેચમાં આ પાંચમી હાર છે.

Gujarat