For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફરી હાર્દિક પંડ્યા સામે ગુસ્સે થયા ફેન્સ? વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું હવે તો હદ થઈ ગઈ

Updated: Mar 29th, 2024

Hardik Pandya-Lasith Malinga: IPLની આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ સતત ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહેવાનો સિલસિલો ચાલુ છે. હાર્દિક પંડ્યા પહેલા રોહિત શર્મા સાથે અણબનાવ અને  રોહિતને બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરાવવાને લઈને નિશાન પર રહ્યો હતો. ત્યારે હવે હાર્દિક પંડ્યા બોલિંગ કોચ લસિથ મલિંગા સાથે સબંધિત કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાઈ સ્કોરિંગ મેચ રમી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મેચનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાસિથ મલિંગા હાર્દિક પંડ્યા માટે પોતાની ખુરશી છોડતો નજર આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફરી ચાહકો હાર્દિક પંડ્યા સામે ગુસ્સે થયા છે. 

હાર્દિકે મલિંગા સાથે હાથ ન મિલાવ્યો

બીજો વીડિયો એવો પણ સામે આવ્યો છે જેમાં હાર્દિક પંડ્યા લસિથ મલિંગાને ધક્કો મારતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મેચ બાદ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એક બીજા સાથે હાથ મિલાવી રહ્યા છે. ત્યારે લસિથ મલિંગા હાર્દિક પંડ્યા સાથે હાથ મિલાવવા પહોંચે છે. ત્યારે હાર્દિકે મલિંગા સાથે હાથ ન મિલાવ્યો અને તેને હડસેલી નાખતો નજર આવી રહ્યો છે. ચાહકો હવે આ વીડિયો પર અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. 

એક ચાહકે લખ્યું કે, હાર્દિક પંડ્યા એટલા માટે દરેક વ્યક્તિ તમને પસંદ નથી કરતા. અમને તમારા ખેલથી કોઈ સમસ્યા નથી, ખેલાડી તરીકે તમારા જેવું કોઈ નથી. પરંતુ તમારા વ્યવહાર અને વલણમાં ખામી છે. બીજા એક ચાહકે લખ્યું કે, જો હાર્દિક પોતાનો વ્યવહાર બદલી નાખશે તો તે ભવિષ્યમાં લેજેન્ડ બની જશે. 

IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી બે મેચ રમી ચુકી છે અને આ બંને મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

Gujarat