For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીયોને અમેરિકામાં મળશે નોકરી? H-1B વિઝા પ્રક્રિયામાં ફેરફારની યોજના, જાણો કેવી પડશે અસર

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનું કહેવું છે કે H-1B વિઝા ફેરફારોનો હેતુ યોગ્યતાની જરૂરિયાતોને વ્યવસ્થિત કરવાનો છે

કાર્યક્ષમતામાં સુધારો કરવા અને નોકરીદાતાઓ અને વર્કરને વધુ લાભ અને સુગમતા આપવાનો છે

Updated: Oct 23rd, 2023

ભારતીયોને અમેરિકામાં મળશે નોકરી? H-1B વિઝા પ્રક્રિયામાં ફેરફારની યોજના, જાણો કેવી પડશે અસર

H-1B visa process: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને H-1B વિઝાની એપ્લીકેશન સિસ્ટમમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. H-1B વિઝાના કારણે હજારો ભારતીયોને અમેરિકામાં નોકરી કરવાનો ચાન્સ મળ્યો છે. પરંતુ હવે અમેરિકા નોકરી માટે જવાનું વિચારતા લોકો H-1B વિઝામાં આવનાર ફેરફારના કારણે ચિંતિત છે કે શું ફેરફાર થશે? એપ્લીકેશન સિસ્ટમમાં ફેરફાર થયા બાદ તેમને અમેરિકામાં નોકરી મળશે? તો જોઈએ આ પ્રશ્નોના જવાબ...

H-1B વિઝા શું છે?

અમેરિકા ઘણા પ્રકારના વિઝા ઓફર કરે છે. જેમાંથી એક H-1B વિઝા છે. આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે USમાં કંપનીઓને એકેડેમિક અથવા ટેકનીકલ એક્સપર્ટની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી એમ્પ્લોઇઝને રાખવાની મંજૂરી આપે છે. એમ્પ્લોયર સામાન્ય રીતે H-1B વિઝા સિસ્ટમનો ઉપયોગ વિદેશી નાગરિકોને 3 થી 6 વર્ષ માટે USમાં નોકરીમાં રાખે છે. H-1B વિઝાધારકો કે જેમણે USમાં કાયમી રેસીડેન્ટ માટે ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરી છે, તેઓ સામાન્ય રીતે વર્ક વિઝાને અનિશ્ચિત સમય માટે રિન્યુ કરી શકે છે.

H-1B વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

દર વર્ષે, US 65,000 H-1B વિઝા અને 20,000 થી વધુ વિઝા એવા અરજદારોને આપે છે જેમની પાસે US ઇન્સ્ટીટયુટમાંથી માસ્ટર ડિગ્રી છે. દરેક અરજદારે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. H-1B વિઝા માટે પસંદગી લોટરી સિસ્ટમથી થાય છે.  જો અરજદારની પસંદગી કરવામાં આવે, તો એમ્પ્લોયર તેના વતી અરજી દાખલ કરીને પ્રક્રિયા શરૂ કરી શકે છે. ટેક કંપનીઓ હાલમાં વાર્ષિક આ વિઝા પ્રક્રિયાનો ઉપયોગ હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે કરે છે.

H-1B વિઝા પ્રક્રિયામાં પરિવર્તન શા માટે?

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ યોગ્યતાની જરૂરિયાતોને સુવ્યવસ્થિત કરવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને એમ્પ્લોયર અને વર્કરને વધુ લાભ આપવાનો છે. આ સાથે જ ઇમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી અને દુરુપયોગને રોકવાને પ્રાથમિકતા આપવામાં આવે તે માટે પરિવર્તન જરૂરી છે.

એમ્પ્લોયર માટે શું પરિવર્તન?

એક જ ઉમેદવાર માટે એકથી વધુ એપ્લીકેશન ન કરી શકાય. જેમકે તમારી પાસે કોઈ નોકરી છે અને તેના માટે એક જનરલ ડીગ્રીની જરૂરિયાત છે તેમજ કોઈ સ્પેશીયલ ટ્રેનીંગની જરૂરિયાત નથી તો તો તમે તે જોબ રોલને H-1B વિઝા અંતર્ગત નોકરી પર રાખી શકો છો.  એમ્પ્લોયર માટે 

H-1B વિઝા પ્રક્રિયામાં ક્યારે પરિવર્તન શરુ થશે?

હાલ આ બધા ફેરફાર માત્ર પ્રસ્તાવ છે, હજુ સુધી કોઈ બાબત ફાઈનલ થઇ નથી. હજુ આ પ્રસ્તાવ ફીડબેક બાદ જાહેર કરવામાં આવશે. 2024ના અંત સુધીમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ બધા જ ઈનપુટ એકત્ર કરીને તેનો નિર્યણ જણાવશે. હાલ ત્યાં સુધી કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહિ. 

શું નહિ બદલાય?

H-1B વિઝાની મૌલિકતામાં કોઈ ફેરફાર નહિ થાય. 85,000  H-1B વિઝાને દર વર્ષે અલગ રાખવામાં આવે છે. જેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહિ. છેલ્લા બે દશકથી આ બાબતમાં કોઈ ફેરફાર થયા નથી અને આ વર્ષે પણ તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહિ.  

Article Content Image

Gujarat