For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતી મૂળની અરિહા શાહની કસ્ટડી માતા-પિતાને સોંપવાનો જર્મન કોર્ટનો ઈનકાર

મુળ અમદાવાદના માતા-પિતા છેલ્લા બે વર્ષથી પોતાની દિકરીની કસ્ટડી લેવા માટે ઝઝૂમી રહ્યા છે

માતા-પિતા તેમજ સંબંધીઓએ કરેલા દાવાને સ્વીકારવાનો કોર્ટે ઈન્કાર કર્યો હતો

Updated: Jun 18th, 2023

ગુજરાતી મૂળની અરિહા શાહની કસ્ટડી માતા-પિતાને સોંપવાનો જર્મન કોર્ટનો ઈનકાર

છેલ્લા બે વર્ષથી જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહને લઈને જર્મનીની એક કોર્ટે કસ્ટડી તેના માતા-પિતાને સોંપવાનો ઈનકાર કર્યો છે અને કોર્ટે 27 મહિનાની બાળકી અરિહા શાહની દેખરેખ જર્મન વેલ્ફેર ઓફિસની હેઠળ જ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે શુક્રવારે જર્મનીની અદાલતે સુનાવણી હાથ ધરી હતી અને આ સુનાવણી દરમિયાન અરિહાના માતા-પિતાએ દલીલ કરી હતી કે બાળકીને અકસ્માતે ઈજા પહોંચી હતી પરંતુ કોર્ટ આ દલીલોને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

બાળકીના માતા-પિતા સંતોષકારક જવાબ આપી ન શક્યા : કોર્ટ

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્મનીની એક કોર્ટે તેની કસ્ટડી તેના માતા-પિતાને આપવાને બદલે જર્મન વેલ્ફર ઓફિસ હેઠળ રાખવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે તે  માતા-પિતા બાળકીના ઈજાના કારણ અંગે સંતોષકારક જવાબ આપી શક્યા નથી. કોર્ટે વધુમાં કહ્યું કે એપ્રિલ 2021માં અરિહાને માથા અને પીઠમાં ઈજા થઈ હતી અને બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા પહોંચી હતી. સંબંધીઓએ દાવો કર્યો હતો કે બાળકીને સ્નાન કરતી વખતે ઈજા થઈ હતી પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

અરિહાના પિતા ભાવેશ શાહ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની ધારા સાથે જર્મનીમાં રહે છે. જ્યારે અરિહા સાત મહિનાની હતી ત્યારે તેને રમતા રમતા ઈજાગ્રસ્ત થઈ જતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ધારા શાહે કોર્ટમાં આ અપીલ કરી

કોર્ટે અરિહાની કસ્ટડી સોંપવાનો ઈન્કાર કરતા અરિહાની માતા ધારા શાહે કોર્ટમાં અપીલ કરી કે તેમની દીકરીની કસ્ટડી ઈન્ડિયન વેલફેર સર્વિસને સોંપવામાં આવે. તેણે વધુમાં કહ્યું હતું કે અરિહા તેના રીતિ-રિવાજોથી પણ દૂર જઈ રહી છે. અમે જૈન સમાજના છીએ અમે નોન-વેજ નથી ખાતા વેલ્ફેર કેરમાં તેને નોન-વેજ ખવડાવામાં આવી રહ્યું છે.  

Gujarat