For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાના બચાવનું હથિયાર તેનો પાસપોર્ટ, જાણો કેમ?

Updated: May 6th, 2024

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાના બચાવનું હથિયાર તેનો પાસપોર્ટ, જાણો કેમ?

Prajwal Revanna Sex Scandal: બળાત્કારના આરોપી JD(S)ના પૂર્વ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્ના આરોપો મૂકાયા બાદ તુરંત જ બેંગ્લુરૂથી જર્મની નાસી ગયા છે. પ્રજ્વલ વિરૂદ્ધ બળાત્કારના આરોપોના પુરાવા હોવા છતાં પોલીસ તેની વિદેશમાંથી ધરપકડ કરવા અસક્ષમ છે. ઘણી બધી મહિલાઓએ પ્રજ્વલે બળાત્કાર કર્યો હોવાના આરોપો મૂકતાં વીડિયો ક્લિપ પણ જારી કરી છે. જેમાં પ્રજ્વલની ઓળખ છતી થતાં આરોપો સાચા સાબિત થઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયે પણ પ્રજ્વલ જર્મનીમાં હોવાની ખાતરી કરી હોવા છતાં તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. જેની પાછળનું કારણ તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ છે. આ પાસપોર્ટ ધારકને વિદેશમાં વીવીઆઈપી જેવી સુવિધાઓ મળતી હોવાથી તેની ધરપકડ શક્ય નથી.

ભારતમાં કુલ 4 પ્રકારના પાસપોર્ટ

Article Content Image

ભારત સરકાર કુલ ચાર પ્રકારના પાસપોર્ટ જારી કરે છે. 1. બ્લ્યૂ પાસપોર્ટ, 2. ઓરેન્જ પાસપોર્ટ, 3. વ્હાઈટ પાસપોર્ટ અને 4. ડિપ્લોમેટિક અર્થાત મરૂન પાસપોર્ટ. રંગના આધારે આ પાસપોર્ટની ખાસિયત અને સુવિધાઓ પણ અલગ-અલગ છે.

બ્લ્યૂ પાસપોર્ટ

આ સૌથી કોમન પાસપોર્ટ છે, જે સામાન્ય નાગરિકોને આપવામાં આવે છે. વિદેશ મંત્રાલય સામાન્ય નાગરિકોને વ્યક્તિગત કે પ્રોફેશનલ જરૂરિયાતો માટે બ્લ્યૂ પાસપોર્ટ જારી કરી છે.

ઓરેન્જ પાસપોર્ટ

જે લોકો માત્ર 10મું ધોરણ સુધી ભણ્યા હોય અને વિદેશમાં મજૂર તરીકે કામ કરવા માગતા હોય તેવા ભારતીયો માટે ઓરેન્જ પાસપોર્ટ જારી કરવામાં આવે છે. જે વિદેશમાં માઈગ્રેન્ટ લેબરર તરીકે કામ કરવા માટે ઉપયોગી છે.

વ્હાઈટ પાસપોર્ટ

ભારત સરકાર સરકારી કામકાજ માટે વિદેશ યાત્રા કરનારા પોતાના અધિકારીઓને વ્હાઈટ પાસપોર્ટની સુવિધા પૂરી પાડે છે. જેથી કસ્ટમ ચેકિંગ દરમિયાન તેમની સાથે સરકારી અધિકારીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. જેના માટે અરજદારે અલગથી અરજી કરવાની હોય છે. જેમાં અનેક સુવિધાઓ મળે છે.

ડિપ્લોમેટિક પાસપોર્ટ

હાઈપ્રોફાઈલ સરકારી અધિકારીઓ, રાજકરણીઓ અને સરકારના પ્રતિનિધિઓને ડિપ્લોમેટિક પાસપોર્ટ જારી કરવામાં આવે છે. કુલ પાંચ કેટેગરીમાં આ પાસપોર્ટ જારી થાય છે, પ્રથમ-રાજકીય દરજ્જો ધરાવતા લોકો, બીજું- કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ કે, જેઓ સરકારી કામથી વિદેશ જઈ રહ્યા હોય, ત્રીજુ- વિદેશ સેવાના એ અને બી ગ્રુપના અધિકારી, ચોથુ- વિદેશ મંત્રાલય અને આઈએફએસની ઈમિડિએટ ફેમિલી તથા પાંચમું- સરકાર તરફથી સત્તાવાર મુસાફરી કરનાર વ્યક્તિ સામેલ છે.

સૌથી વધુ શક્તિશાળી ડિપ્લોમેટિક પાસપોર્ટ

આ પાસપોર્ટ ભારતનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જેમાં મોટાભાગના દેશોમાં વિઝાની જરૂર પડતી નથી. તેમજ વિઝાની જરૂરિયાત ધરાવતા દેશો પણ પાસપોર્ટ ધારકોને ઝડપી અને પ્રાથમિક્તા આપતાં વિઝા આપે છે. 

ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને સિક્યુરિટીથી માંડી તપાસ સુધીની છૂટ મળે છે. જેમની વિદેશમાં ધરપકડ થઈ શકે નહિં. તેમજ કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહિં. આ પાસપોર્ટ હોલ્ડરને ભારતીય દુતાવાસ સુધી પહોંચ હોય છે. 

જો મેજબાન દેશ પર કોઈપણ જોખમ હોય, તો ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

 Article Content Image

Gujarat