For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મિત્રને બચાવવા ગયો અને જીવ ગુમાવ્યો...: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા મામલે બે ભાઈઓની ધરપકડ

Updated: May 9th, 2024

મિત્રને બચાવવા ગયો અને જીવ ગુમાવ્યો...: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા મામલે બે ભાઈઓની ધરપકડ

Image Source: Twitter

Navjeet Sandhu Murder Case: ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક ભારતીય વિદ્યાર્થીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. હવે આ મામલે કરનાલના બે ભાઈઓની ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તે કરનાલનો રહેવાસી છે. આ વિદ્યાર્થી મેલબર્નમાં એમટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. અભિજીત (26) અને રોબિન ગાર્ટન (27)ની મંગળવારે સવારે મેલબોર્નમાં તલાશી બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.

ભાડાના મુદ્દે થયેલા વિવાદમાં હસ્તક્ષેપ બન્યું મોતનું કારણ

કરનાલના ગગસીન ગામના મૂળ નિવાસી સંધૂની રવિવારે રાત્રે છાતીમાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સંધૂના સબંધી યશવીરે કહ્યું કે, સંધુએ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ભાડા અંગેના વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અન્ય વિદ્યાર્થીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આમ મિત્રને બચાવવા જતાં યુવકે જીવ ગુમાવ્યો.

યશવીરે કહ્યું કે, નવજીતના એક અન્ય ભારતીય મિત્રએ તેને પોતાનો સામાન લેવા માટે પોતાના ઘરે આવવા કહ્યું હતું કારણ કે, નવજીત પાસે કાર હતી. જ્યારે તેનો મિત્ર અંદર ગયો તો નવજીતે ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો અને જોયું કે, ત્યાં હાથાપાઈ થઈ રહી છે. જ્યારે નવજીતે ઝઘડો ન કરવા કહેતા તેમની વચ્ચે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો તો તેની છાતી પર ચાકુ વડે હુમલો કરી દીધો. તેણે કહ્યું કે નવજીતની જેમ આરોપી પણ કરનાલનો રહેવાસી છે.

પિતાએ જમીન વચીને દીકરાને ઓસ્ટ્રેલિયા ભણવા માટે મોકલ્યો હતો

યશવીરે જણાવ્યું કે, ઘટનાની જાણ પરિવારને રવિવારે સવારે થઈ. તેમણે જણાવ્યું કે, નવજીતની સાથે હાજર તેના મિત્રને પણ ઈજા પહોંચી છે. પરિવાર આઘાતમાં છે. તેમણે કહ્યું કે, નવજીત એક તેજસ્વી વિદ્યાર્થી હતો અને તે રજા ગાળવા જુલાઈમાં પરિવાર પાસે આવવાનો હતો. નવજીત દોઢ વર્ષ પહેલા સ્ટડી વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો અને તેના ખેડૂત પિતાએ પુત્રના ભણતર માટે દોઢ એકર જમીન વેચી દીધી હતી. પરિવારે કહ્યું કે, અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે શક્ય તેટલી વહેલી તકે મૃતદેહને સ્વદેશ પરત લાવવામાં અમારી મદદ કરે.


Gujarat