For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Phone Tapping Case : ‘ફડણવીસે ધરપકડના ડરથી શિવસેનાના ભાગલા પડાવ્યા’ સંજય રાઉતનો મોટો દાવો

Updated: Apr 23rd, 2024

Phone Tapping Case : ‘ફડણવીસે ધરપકડના ડરથી શિવસેનાના ભાગલા પડાવ્યા’ સંજય રાઉતનો મોટો દાવો

Phone Tapping Case : ‘ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેના’ પાર્ટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર નિશાન સાધી મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ફડણવીસે કથિત ફોન ટેપિંગ કેસમાં ધરપકડ થવાના ડરથી શિવસેનાના ભાગલા પડાવ્યા છે.

નવી સરકાર ભાજપના નેતાઓની તપાસ કરાશે

તેમણે કહ્યું કે, ‘કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વ હેઠળની સરકાર લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) હારી જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નવી સરકાર BJPના નેતાઓ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) વિરુદ્ધના અગાઉના બંધ કરાયેલા કેસોની તપાસ કરશે. રાજ્યમાં વર્ષ 2019થી 2022 સુધી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સત્તામાં હતી. ત્યારે ભાજપ નેતાઓ પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, આશીષ શેલાર, ગિરીશ મહાજન વિરુદ્ધ જુદા જુદા કેસોમાં તપાસ ચાલી રહી હતી.’

‘ફડણવીસે ધરપકડના ડરના કારણે...’

તેમણે કહ્યું કે, ‘જો તમે અમારા નેતાઓની ધરપકડ કરો છો, તો શું અમે તમારી પાર્ટીના નેતાઓને જવા દઈશું. દેવેન્દ્ર ફડણવીસ પર વિરોધીઓનો ફોન ટેપ કરવાનો ગંભીર આક્ષેપ છે, જેમાં તેમણે ધરપકડ થવાના ડરથી અને સજાનો સામનો કરવો ન પડે તે માટે શિવસેનામાં ભાગલા પડાવ્યા હતા. 

શું હતો ફોન ટેપિંગનો કેસ?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી 2019 સુધી મુખ્યમંત્રી રહેલા ફડણવીસ ગૃહવિભાગ સંભાળતા હતા. તે દરમિયાન તત્કાલિન રાજ્ય ગુપ્તચર વિભાગ (SID)ની પ્રમુખ રશ્મિ શુક્લા પર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવાનો આરોપ લગાવાયો હતો. બોમ્બે હાઈકોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શુક્લા વિરુદ્ધની બે એફઆઈઆર રદ કરી દીધી હતી. હાલ શુક્લા રાજ્યની પોલીસ મહાનિદેશક છે.

Gujarat