For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સલમાનના ઘર પર ફાયરિંગ કેસ: મુંબઈથી ભાગીને સુરતમાં ફેંકી પિસ્તોલ, ભુજથી ઝડપાયેલા શૂટર્સનો ઘટસ્ફોટ

Updated: Apr 16th, 2024

સલમાનના ઘર પર ફાયરિંગ કેસ: મુંબઈથી ભાગીને સુરતમાં ફેંકી પિસ્તોલ, ભુજથી ઝડપાયેલા શૂટર્સનો ઘટસ્ફોટ

Salman Khan house firing case: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.  

ફાયરિંગ કર્યા બાદ સુરતની એક નદીમાં ફેંકી દીધા હથિયાર

આરોપીએ કહ્યું હતું કે તેમણે ફાયરિંગ કર્યા પહેલા બાઈક અને રિક્ષા દ્વારા સલમાનના ઘરની રેકી કરી હતી. ત્યારબાદ ફાયરિંગ કર્યાના એક દિવસ પહેલા એટલે કે 13 એપ્રિલે બાંદ્રાના એક પુલ નીચે એક અજાણ્યા વ્યક્તિએ તેમને હથિયાર સોંપ્યા હતા. તેમજ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ હથિયાર સુરતની એક નદીમાં ફેંકી દીધા હતા. 

ભુજથી કરી ધરપકડ 

આ બંને આરોપીની લગભગ 1.30 વાગ્યે ભુજ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માતાના મઢના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભુજ પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે આ બંનેને અનમોલ બિશ્નોઈએ રાખ્યા હતા અને આ માટે તેમને કેટલાક પૈસા પણ આપવામાં આવ્યા હતા. ફાયરિંગ કરવા માટે આરોપીઓએ એક બાઈક પણ ખરીદી હતી. ફાયરિંગ પહેલા બંને પનવેલમાં ભાડાના આવાસમાં રહેતા હતા. 

અનમોલ બિશ્નોઈના કહેવાથી કર્યું હતું ફાયરિંગ 

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. તેમજ બંને એ પહેલી વાર કોઈ ક્રાઈમ કર્યા હોવાની પણ વાત કહી હતી. 

બાઈક છોડીને રિક્ષાથી પહોંચ્યા બોરીવલી

ફાયરિંગ પછી બંને આરોપીઓ બાઇક પર બ્રાંડાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા અને ત્યાં તેમની બાઇક છોડી દીધી અને પછી પગપાળા થોડે દૂર ગયા હતા. આથી કહી શકાય કે સલમાનના ઘર પર ગોળીબાર કરનારા હુમલાખોરોએ આખા વિસ્તારની રેકી કરી હતી. જેથી તેઓ વિસ્તાર વિષે સંપૂર્ણ માહિતી ધરાવતા હતા. 

Article Content Image

Gujarat