For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

5700 કરોડની સંપત્તિ, પત્ની અને બાળકો પણ અબજોના માલિક, કોણ છે આ અમીર લોકસભા ઉમેદવાર

Updated: Apr 23rd, 2024

5700 કરોડની સંપત્તિ, પત્ની અને બાળકો પણ અબજોના માલિક, કોણ છે આ અમીર લોકસભા ઉમેદવાર

Richest Lok Sabha Candidate in Phase-2: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થવાનું છે. આંધ્રપ્રદેશમાં પણ 13 મેના રોજ ચોથા તબક્કામાં વિધાનસભાની સાથે લોકસભાની 25 બેઠકો માટે મતદાન થશે. સોમવારે ગુંટુરથી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ઉમેદવાર પેમ્માસાની ચંદ્ર શેખરે ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણીના સોગંદનામા મુજબ તેઓ અત્યાર સુધીના દેશના સૌથી અમીર ઉમેદવાર છે. તેમની પાસે 5,785 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનું ચૂંટણી સોગંધનામું 37 પેઈજનું છે. 

ડો. ચંદ્ર શેખરના બાળકોની સંપતિ રૂ. 1,000 કરોડની આસપાસ

પેમ્માસાની ચંદ્ર શેખર NRI ડોકટર હતા અને ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. ડૉ. ચંદ્ર  શેખરનો પરિવાર મૂળ ગુંટુર જિલ્લાના બુર્રીપોલમના છે. ત્યાંથી તેમના પિતા નરસરાવપેટ ગયા અને ત્યાં તેઓ હોટલ ચલાવતા હતા. 

ચંદ્ર શેખરના સોગંધનામા મુજબ તેમની પોતાની સંપત્તિ રૂ. 2,448.72 કરોડની છે જ્યારે તેમની પત્ની પાસે રૂ. 2,343.78 કરોડ અને બાળકો રૂ. 1,000 કરોડની આસપાસ છે. તેમના જણાવ્યા અનુસાર, પરિવાર પર અમેરિકાની જેપી મોર્ગન ચેઝ બેંકમાંથી 1,138 કરોડ રૂપિયાની લોન પણ છે.

કોણ છે ડો. ચંદ્ર શેખર?

પેમ્માસાની ચંદ્ર શેખરે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કર્યું છે. જેમાં EAMCETમાં તેમને 27મો રેન્ક મળ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં તેમણે માસ્ટર્સનો અભ્યાસ કર્યો હતો. 

અમેરિકન કંપનીમાં 50 ટકા હિસ્સો ધરાવતા ડૉ. ચંદ્ર શેખરે યુ.એસ.માં મેડિકલ લાઇસન્સિંગ પરીક્ષામાં સારો રેન્ક મેળવ્યા પછી જનરલ મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે એન્ડુ-ટેક કંપની શરુ કરી જે ભારતીય વિધાર્થીઓને કોચિંગ અને અભ્યાસ સામગ્રી આપીને સફળ થવામાં મદદ કરે છે. 

મોટાભાગની સંપત્તિ છે અમેરિકામાં

ડો. ચંદ્ર શેખરની મોટાભાગની સંપત્તિ અમેરિકામાં છે. તેમના ચૂંટણી સોગંધનામા મુજબ, વર્ષ 2012-13માં તેમની આવક 3.68 લાખ રૂપિયા હતી. તે જ વર્ષે, તેમણે અને તેમના પત્ની બંનેએ મળીને 605 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2014થી લડવા માંગતા હતા ચૂંટણી

વર્ષ 2014થી ગુંટુર સીટ પરથી ડો. ચંદ્ર શેખર ચૂંટણી લડવા માંગતા હતા. ગુંટુર સીટ પરથી બે વખત સાંસદ રહી ચૂકેલા ગલ્લા જયદેવે રાજનીતિ છોડ્યા બાદ ટીડીપીએ તેમને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

Article Content Image

Gujarat