For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની ચૂંટણી રેલીમાં ચીન પર ગર્જ્યા રાજનાથ સિંહ, કહ્યું- ‘ભારત ક્યારેય ઝૂકશે નહીં’

Updated: Apr 28th, 2024

અમદાવાદની ચૂંટણી રેલીમાં ચીન પર ગર્જ્યા રાજનાથ સિંહ, કહ્યું- ‘ભારત ક્યારેય ઝૂકશે નહીં’

Gujarat Lok Sabha Elections 2024 : અમદાવાદમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) જનસભામાં ચીન પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સૈન્યની દ્રષ્ટિએ ભારત એક શક્તિશાળી દેશ બની ગયો છે. આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ.’

‘ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહીં.’

તેમણે રાહુલ ગાંધી દ્વારા ચીન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, ‘ભારત અને ચીન (India-China) વચ્ચે સરળતાથી વાતચીત ચાલી રહી છે. ભારત ક્યારેય ઝૂકશે નહીં. મને લાગે છે કે આપણે વાટાઘાટોના પરિણામોની રાહ જોવી જોઈએ. હું દેશની જનતાને આશ્વાસન આપું છું કે, ભારત ક્યારેય ક્યાંય ઝૂક્યું નથી અને ક્યારેય ઝુકશે નહીં.’

‘2014માં સંરક્ષણ નિકાસ 600 કરોડ હતી, હવે 21000 કરોડ’

રાજનાથ સિંહે વિશ્વાસ સાથે કહ્યું કે, ભવિષ્યમાં ભારતની સંરક્ષણ નિકાસ હજુ પણ વધશે. ભારતે વર્ષ 2014માં 600 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી હતી, જોકે આજે 2023-24માં આ આંકડો 21000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, દેશની સંરક્ષણ નિકાસમાં હજુ પણ વધારો થશે. મોદી સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે કે, સંરક્ષણ સામગ્રીઓ જેમ કે મિસાઈલ, બોંબ, ટેંક કે પછી અન્ય હથિયારો માત્ર ભારતમાં અને ભારતીયો દ્વારા જ બનવી જોઈએ.’

ગલવાન ખીણની ઘટના બાદ બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો

વર્ષ 2020ની મે મહિનામાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના કારરણે ગલવાન ખીણ વિવાદ વધ્યો હતો. ઘણા દાયકાઓ બનેલી આ ગંભીર ઘટનાના કારણે બંને દેશો વચ્ચે લશ્કરી વિવાદમાં વધારો થયો છે. ચીની સેનાના જણાવ્યા મુજબ, બંને પક્ષો અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ - ગલવાન વેલી, પેંગોંગ લેક, હોટ સ્પ્રિંગ્સ અને જિયાનન ડાબાન (ગોગરા) પર પીછેહટ કરવામાં સંમત થયા છે, જેના કારણે સરહદ પર તણાવમાં ઘટાડો થશે. પરંતુ દેપસાંગ અને ડેમચોકમાં એક સમાન કરાર સુધી પહોંચવા મામલે બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં સમસ્યા સર્જાઈ હતી. ભારત દ્વારા આ બંને મુદ્દાઓના ઉકેલ માટે દબાણ કરાયું છે.

Gujarat