For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાદગીનું ઉદાહરણ, આ રાજ્યના રાજ્યપાલ રાજીનામું આપીને રીક્ષામાં ઘેર જતા રહ્યા હતા

Updated: Apr 27th, 2024

સાદગીનું ઉદાહરણ, આ રાજ્યના રાજ્યપાલ રાજીનામું આપીને રીક્ષામાં ઘેર જતા રહ્યા હતા

Lok Sabha Elections 2024: આ વાત 1977ની છે. જ્યારે તે સમય વડાપ્રધાન પદે ઇન્દિરા ગાંધી હતા.  દેશમાં કટોકટી લગાવ્યા પછીની આ પહેલી ચૂંટણી હતી. ત્યારે આખા દેશમાં કોંગ્રેસ વિરોધી પવન ફૂંકાતો હતો. ત્યારે કોંગ્રેસના વિકલ્પ રૂપે ઉભી થયેલી જનતા પાર્ટી પર લોકોએ ભરોસો મુક્યો હતો. ત્યારે જનતા પાર્ટીએ 542માંથી 295 બેઠકો જીતી હતી. બહુમતી માટે જોઇતા 272ના આંક કરતા તે 23 બેઠકો વધારે હતી. ત્યારે કોંગ્રેસને 198 બેઠકોનું નુકસાન થયું હતું.

435 સભ્યોની વિધાન સભામાં જનતા પાર્ટીએ 352 બેઠકો જીતી 

ત્યારે દેશમાં પહેલીવાર નોન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે 81 વર્ષના મોરારજી દેસાઇએ 24 માર્ચે  1977ના રોજ સુકાન સંભાળ્યું હતું. તે જ વર્ષમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાતમી  વિધાનસભાની ચૂંટણી થઇ હતી. તેમાં પણ જનતા પાર્ટી છવાઇ ગઇ હતી. 435 સભ્યો વાળી વિધાન સભામાં ત્યારે જનતા પાર્ટીએ 352 બેઠકો જીતી હતી.

ઉત્તર પ્રદેશના નોન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબતે ચર્ચાઓ 

ઉત્તર પ્રદેશમાં નોન કોંગ્રેસી મુખ્યમંત્રી બેસવાના હોઇ દિલ્હીથી લખનૌ સુધી રાજકીય અફવાઓનું બજાર તેજ હતું. આ અગાઉ નોન કોંગ્રેસી એવા ચૌધરી ચરણ સિંહ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 1967થી 1968 અને ફેબ્રુઆરી 1970થી ઓક્ટોબર 1970 સુધી ઉત્તર પ્રદેશનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ તે કેન્દ્રના રાજકારણમાં એક્ટીવ  રહેતા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય લોકદળ, ભારતીય ક્રાંતિદળ, સ્વતંત્ર પાર્ટી, સોશ્યાલીસ્ટ પાર્ટી, ભારતીય જનસંધ, કોંગ્રેસ-ઓ, સંયુક્ત સોશ્યાલીસ્ટ પાર્ટી વગેરેએ ભેગા થઇને જનતા પાર્ટી બનાવી હતી.

જ્યારે ઉત્તરપદેશમાં નોન કોંગ્રેસી મુખ્યપ્રધાન પસંદ કરવાનું મંથન ચાલતું હતું ત્યારે ઇન્દિરા ગાંધીને હરાવનાર રાજનાથ સિંહનું વર્ચસ્વ જોવા મળતું હતું. તે સરકારમાં આરોગ્યમંત્રી હતા. 

રાજનાથ સિંહ જનતા પાર્ટીના અધ્યક્ષ ચન્દ્ર શેખર પાસે ગયા હતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે આઝમગઢથી પહેલીવાર સાંસદ બનેલા રામ નરેશ યાદવના નામનું સૂચન કર્યું હતું. ત્યારબાદ આ બંને વડા પ્રધાન મોરારજી દેસાઇ પાસે ગયા હતા અને તેમને મનાવી લીધા હતા. રામનરેશ યાદવની પસંદગી બહુ સાયલન્ટ રીતે થઇ હતી . કોઇને પણ આ ગતિવિધિની જાણ નહોતી. 22 જુન 1977ના રોજ તેમને દિલ્હીનું તેડું મળ્યું હતું. તેમને ખબર નહોતી કે તેમને શેના માટે બોલાવાય છે. 

જ્યારે તે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમના હાથમાં એક કવર આપી દેવાયું હતું અને કહેવાયું કે આ કવર રાજ્યપાલને આપી દેજો. ત્યારે રામનરેશ યાદવને લખનૌ જતી ટ્રેનમાં બેસાડી દેવાયા હતા. લખનૌ સ્ટેશન પર ઉતરીને તે રીક્ષામાં રાજભવન જતા હતા ત્યારે આકાશવાણીના નિયામક તેમને રસ્તામાં મળ્યા અને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપવા લાગ્યા હતા અને કહ્યું કે મારી ગાડીમાં તમને હું છોડી દઉં. પરંતુ રામનરેશ યાદવે તેમની કારની ઓફર માટે ના પાડી હતી અને રીક્ષામાં તે રાજભવન પહોંચ્યા હતા.

બીજા દિવસે 23 જુન 1977ના રોજ તેમણે ઉત્તર પ્રદેશના દસમા મુખ્યમંત્રી તરીકેને શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે નિધૌંની  વિધાનસભા બેઠક જીતી હતી. 25 ફેબ્રુઆરી 1979ના રોજ તે વિધાનસભામાં બહુમત સાબિત કરી શક્યા નહોતા એટલે રાજભવનમાં જઇ રાજીનામું આપીને ફરી રીક્ષામાં ઘેર ગયા હતા. રામનરેશ યાદવની સાદગીની ચર્ચા પણ થઇ હતી.

રામનરેશ યાદવ 'બાબુજી'ના નામથી લોકપ્રિય હતા

રામનરેશ યાદવ આઝમગઢના ઔંધીપુર ગામના હતા. તેમનો જન્મ 1 જુલાઇ 1928ના રોજ થયો હતો. પ્રજામાં તે બાબુજીના નામથી બહુ લોકપ્રિય હતા. જનતા પાર્ટી છોડીને તે લોકદળમાં જોડાયા હતા. ત્યારબાદ તે કોંગ્રેસમાં જોડાયા હતા. યુપીએ સરકારે તેમને છત્તીસગઢ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા. વ્યાપમ કોભાંડમાં તેમનું નામ ઉછળતાં તેમણે રાજીનામું આપી દીધુ હતું. 22 નવેમ્બર 2016ના રોજ તેમનું અવસાન થયું હતું.

Article Content Image

Gujarat