For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપે ટિકિટ આપી તો ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર, હવે અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપી રહ્યો છે ભોજપુરી સ્ટાર

Updated: Apr 28th, 2024

ભાજપે ટિકિટ આપી તો ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર, હવે અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપી રહ્યો છે ભોજપુરી સ્ટાર

Image Source: Instagram

Pawan Singh: ભોજપુરી સ્ટાર પવન સિંહને ભાજપે આસનસોલથી ટિકિટ આપી હતી પરંતુ તેમણે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ટક્કર આપી રહ્યા છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં લોકો પવન સિંહને પાવર સ્ટાર કહે છે. આ જ કારણ છે કે, તેમના દરેક કામમાં પાવર જોડાઈ જાય છે. પવન સિંહ બિહારના કારાકાટ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો પૂછી રહ્યા છે કે, પવન સિંહને ક્યાંથી પાવર મળી રહ્યો છે કે, તે એનડીએની સાથે-સાથે મહાગઠબંધનને પણ ચેલેન્જ કરી રહ્યો છે. 

સામાન્ય લોકોની સાથે પવન સિંહના રાજકીય વિરોધીઓ પણ આ સવાલનો જવાબ જાણવા માગે છે. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાંથી જ તેમને બેકથી પાવર મળી રહ્યો છે. જો કે પવન સિંહનું કહેવું છે કે, જેની પાસે માતાના આશીર્વાદ અને જનતાનું સમર્થન હોય તેને કોણ હરાવી શકે. પવન સિંહની આ વાતમાં દમ પણ છે. કારાકાટ વિસ્તારમાં પવન સિંહ રોડ શો કરીને પોતાનો પાવર પણ બતાવ્યો અને એ પણ બતાવી દીધું કે, પાવર તો જનતા પાસે છે. આ બધાની વચ્ચે એક એવી તસવીર પણ સામે આવી છે, જેને જોઈને તમે પણ કહેશો કે પાવર સ્ટારને અસલી પાવર તો અહીંથી મળી રહ્યો છે.

પવન સિંહે 23 એપ્રિલે કારાકાટ લોકસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો. રોડ શોમાં ભીડ જોઈને પવન સિંહ પણ ભાવુક થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર કારાકાટની સાથે-સાથે પવન સિંહ પણ ટ્રેન્ડ થવા લાગ્યા. ચાહકોની સાથે વિરોધીઓ પણ કહેવા લાગ્યા કે કારાકાટમાં માહોલ બદલાઈ ગયો છે. હવે પવન સિંહ અહીં રેસમાં આગળ છે. ઉપેન્દ્ર કુશવાહા અને રાજારામ સિંહ પાવર સ્ટાર સાથે લડશે. આનું પણ એક કારણ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બીજેપી નેતાએ શેર કર્યો વીડિયો

પવન સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે, પવન સિંહને બેકથી પાવર અહીંથી આપવામાં આવી રહ્યો છે. બિહાર ભાજપના આર્ટ એન્ડ કલ્ચર સેલના અધ્યક્ષ બરુણ સિંહે પવન સિંહના રોડ શોનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો પર લખ્યું છે કે, જ્યારે અમે કલાકારો તમારી મહેફીલનું ગૌરવ બની શકીએ છીએ. તમારા દરેક સુખ-દુઃખમાં અમે તમારી સાથે રહી શકીએ છીએ અને જ્યારે મહેફિલ આપણી હોય અને અરમાન આપણા હોય ત્યારે તમારો સાથ ન મળવો કેટલી હદે યોગ્ય છે? હવે તમે સમજી શકો છો કે બરુન સિંહ શું કહેવા માંગે છે.

શું ભાજપ પવન સિંહને પાછળથી સપોર્ટ કરી રહ્યું છે? 

હવે સવાલ એ થાય છે કે શું ભાજપ પવન સિંહને પાછળથી સપોર્ટ કરી રહ્યું છે. જો ભાજપના વરિષ્ઠ અધિકારીઓ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સમર્થન કરશે તો ચોક્કસ સવાલો તો ઉઠશે. લોકો એવું પણ કહી રહ્યા છે કે પવન સિંહની સાથે બીજેપી અને જેડીયુના કેટલાક નેતાઓ પણ છે. કેટલાક પડદા પાછળ છે તો કેટલાક મેદાનમાં ખુલ્લેઆમ બેટિંગ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પવન સિંહની સાથે મહાગઠબંધનના નેતાઓ પણ છે.


Gujarat