For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંસદમાં સૌથી વધુ હાજરી પુરનારા ટોપ-20 સાંસદોની યાદી, UP-બિહાર મોખરે, ગુજરાતનાં એક પણ નહીં

Updated: Mar 29th, 2024

Article Content Image

ADR Report : દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, 19 એપ્રિલથી સાત તબક્કાની ચૂંટણી પ્રારંભ થશે. જોકે તે પહેલા ADR દ્વારા સંસદમાં સાંસદોની હાજરી અંગેનો મહત્વનો રિપોર્ટ જાહેર કરાયો છે. દેશમાં 16 જૂન-2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 18મી લોકસભા માટે દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણીનો પ્રારંભ થશે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા 17 જૂન-2019થી 10 ફેબ્રુઆરી-2024 સુધીમાં સંસદમાં સાંસદોની કેટલી હાજરી પુરાઈ, તે અંગેનો રિપોર્ટ જાહેર કરાયો છે.

20 સાંસદોએ જ સંસદમાં 97થી 100 ટકા હાજરી પુરાવી

રિપોર્ટ મુજબ 521 સાંસદોમાંથી માત્ર 20 સાંસદોએ જ સંસદમાં 97થી 100 ટકા હાજરી પુરાવી છે. આ 20 સાંસદોમાંથી ઉત્તર પ્રદેશના પાંચ, બિહારના ચાર, હરિયાણાના ત્રણ, મધ્યપ્રદેશ-તમિલનાડુના બે-બે, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રના એક-એક સાંસદનો સમાવેશ થાય છે. જ્યારે આ યાદીમાં ગુજરાતના એક પણ સાંસદોનું નામ નથી.

સંસદમાં યોજાયેલી 273 બેઠકોમાં 20 સાંસદોની 97થી 100% હાજરી

Article Content Image

ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

Gujarat