For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

90% વસતીને ન્યાય અપાવવો મારા જીવનનું લક્ષ્ય, લોકસભા ચૂંટણી ટાણે રાહુલ ગાંધીનો હુંકાર

ભાજપના શાસનમાં 20 થી 25 વ્યકિતઓ અબજપતિ બન્યા, ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો કરોડો લોકો લખપતિ બનશે

વડાપ્રધાન મોદી નિરાશ થઇ ગયા છે અને તેઓ અદ્રશ્ય મતદારોથી ડરી રહ્યાં છે : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે

Updated: Apr 25th, 2024

90% વસતીને ન્યાય અપાવવો મારા જીવનનું લક્ષ્ય, લોકસભા ચૂંટણી ટાણે રાહુલ ગાંધીનો હુંકાર

Lok Sabha Elections 2024 | પોતાને દેશભક્ત ગણાવનારા લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરી રહ્યાં છે પણ કોઇ તાકાત જાતિ આધારિત વસ્તી ગણતરીને રોકી શકશે નહીં તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે. સંપત્તિના પુનઃવિતરણના મુદ્દે ચાલી રહેલા વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું  કે દેશની 90 ટકા વસ્તીને ન્યાય અપાવવો એ તેમના જીવનનું મિશન છે.

દિલ્હીમાં સામાજિક ન્યાય સંમેલનને સંબોધતા ગાંધીએ જણાવ્યું હતું કે દેશની 90 ટકા વસ્તીને કેટલું નુકસાન થયું છે તે અંગે માત્ર વાતો કરવા અંગે પણ ભાજપ અને વડાપ્રધાન મને નિશાન બનાવી રહ્યાં છે. 

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે મને જાતિમાં રસ નથી પણ ન્યાયમાં છે. હું વારંવાર જણાવું છે કે દેશની 90 ટકા વસ્તી સાથે અન્યાય થઇ રહ્યો છે. આ અન્યાય દૂર કરવા અમે શું કરીશું તે અંગે મે કોઇ વાત કરી નથી. મેં અત્યાર સુધી ફક્ત એટલું જ કહ્યું છે કે પહેલા દેશની 90 ટકા વસ્તીને કેટલું નુકસાન થયું છે તે શોેધીએ. આ વાત સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. જો તમે ઘાયલ થાવ છો અને હું તમને કહું કે એક્સ રે કરાવો તો આ વાત સામે કોઇને વાંધો ન હોઇ શકે.

ગાંધીએ જણાવ્યું હતું કે અમારી સરકારની રચના થવાની સાથે જ અમે પ્રથમ કાર્ય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. 

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપના 10 વર્ષના શાસનમાં 20 થી 25 વ્યકિતઓ અબજપતિ બન્યા છે પણ જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો દેશના કરોડો લોકો લખપતિ બની જશે. વિશ્વની કોઇ શકિત ભારતના બંધારણને બદલી શકે તેમ નથી.

બીજા તબક્કાના લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નિરાશ થઇ ગયા છે અને તેઓ અદ્રશ્ય મતદારોથી ડરી રહ્યાં છે.રાહુલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મતો મેળવવા માટે સાંપ્રદાયિક ધુ્રવીકરણનોે ઉપયેોગ કરી રહ્યાં છે.

તિરુવનંતપુરમમાં પત્રકાર પરિષદને સંબેોધતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ  જણાવ્યું હતું કે મોદી અને ભાજપને જીતનો ખૂબ જ વિશ્વાસ છે તો તેઓ ભયભીત કેમ છે. 

Gujarat