For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'કર્ફ્યુ, ખુલ્લી જીપ અને મશીનગન...', ખુલ્લેઆમ ફરતો હતો મુખ્તાર, ધરપકડ કરનાર DSPને આપવું પડ્યું હતું રાજીનામું

Updated: Mar 29th, 2024

Article Content Image

Mukhtar Ansari News : વાત 2004ની છે. તે દિવસોમાં માફિયા ડૉન મુખ્તાર અન્સારીની એવી રાજકીય ધાક હતી કે તેઓ મઉ રમખાણો દરમિયાન કર્ફ્યુ લાગુ થવા છતા ખુલ્લી જીપમાં ફરતો હતો અને જીપમાં મશીનગન રાખતો હતો. તેને તત્કાલિન મુલાયમ સિંહ યાદવના કથિત આશીર્વાદ અને સંરક્ષણ મળતું હતું. તેના માટે કોઈપણ પોલીસ અધિકારી તેના પર હાથ નાખવાની હિંમત નહોતા કરતા. જોકે, મુલાયમ સિંહની અલ્પમત સરકારને મુખ્તાર અંસારીએ પોતાનું સમર્થન આપીને બચાવી હતી. જેના કારણે તેઓ મુલાયમ સિંહના નજીકના થઈ ગયા હતા અને તેનો તેણે ખોટો ફાયદો ઉઠાવ્યો હતો.

જાન્યુઆરી 2004ની એ ઘટનાનો ઉલ્લેખ તરતા એસટીએફના તત્કાલિન ડીએસપી શૈલેન્દ્ર સિંહે કહ્યું કે, 20 વર્ષ પહેલા મઉ અને આસપાસના વિસ્તારોમાં મુખ્તાર અંસારીનો આતંક ચરમસીમાએ હતો. તેમણે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, '20 વર્ષ પહેલાના રમખાણો દરમિયાન જ્યારે મઉમાં કર્ફ્યુ લાગ્યો હતો, ત્યારે મુખ્તાર અંસારી પોતાની ગેંગ સાથે ખુલ્લી જીપમાં ફરતો હતો. તે અંદરથી લાઈટ મશીનગન પણ લહેરાવતો હતો. ત્યારે મેં તે મશીનગનની સાથે તેની ધરપકડ કરી લીધી હતી અને તેના પર પોટા (Prevention of Terrorism Act - POTA) પણ લગાવ્યો હતો.'

શૈલેન્દ્ર સિંહ, મુલાયમ સિંહ કોઈ પણ સંજોગોમાં મુખ્તાર અંસારીને બચાવવા માંગતા હતા. તેના માટે તેમણે અધિકારીઓ પર ખુબ પ્રેશર કર્યું. ત્યાં સુધી કે તેમણે આઈડી, ડીઆઈજી અને એસટીએફ એસપીની બદલી કરી દેવાઈ હતી અને મને પણ 10 દિવસોમાં પોતાના પદથી રાજીનામું આપવા મજબૂર કરી દેવાયા હતા.

પૂર્વ ડીએસપીએ કહ્યું કે, 'તેમણે ત્યારે પોતાના રાજીનામામાં તેની ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું કે, ત્યાગ પત્રમાં મેં રાજીનામું આપવાનું કારણ પણ લખ્યું અને લોકોની સામે આ વાત પણ રાખી હતી કે આ એજ સરકાર છે જેને તમે પસંદ કરી છે, પરંતુ તે માફિયાને સંરક્ષણ આપી રહી છે અને તેના આદેશ પર કામ થઈ રહ્યું છે. તેઓ માફિયા ડોનની ધરપકડ કરીને પોતાની ફરજ નિભાવી રહ્યો હતો.'

Gujarat