For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

EVM પર કોને આપ્યો મત એ સાત સેકન્ડમાં દેખાઈ જશે, જાણો આયોગે શંકાનો કેવી રીતે લાવ્યો અંત

Updated: Mar 29th, 2024

Article Content Image
Image Twitter 

Lok Sabha Elections 2024: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નું બટન દબાવ્યા પછી તેનો મત ક્યા ઉમેદવારને ગયો છે તે મતદાતા તરત જ જોઈ શકશે. એટલે કે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીન પર તેનો મત કયા ઉમેદવારને ગયો છે તે જાણી શકશે. દરેક  EVM સાથે VVPAT મશીનો લગાવવામાં આવશે. પછી દરેક વિધાનસભા વિસ્તારના પાંચ મતદાન મથકો પર VVPATમાંથી નીકળેલી સ્લીપને EVM સાથે મેચ કરવામાં આવશે, જેથી કોઈને પણ કોઈ બાબતે શંકા ન રહે. 

પ્રિન્ટેડ સ્લિપ 7 સેકન્ડ સુધી દેખાય છે

હકીકતમાં જ્યારે મતદાન કરવામાં આવે છે, ત્યારે EVMના બેલેટ યુનિટ સાથે જોડાયેલ VVPAT મશીન મતદાતાની પસંદ સાથે એક કાગળની સ્લિપ પ્રિન્ટ કરે છે. પ્રિન્ટેડ સ્લિપ સાત સેકન્ડ માટે દેખાય છે, જેથી કરીને મતદાતા જોઈ શકે કે તેમનો મત યોગ્ય રીતે દાખલ થઈ ગયો છે, અને તે પછી એ સ્લિપ બોક્સમાં પડે છે.

નિયમો અને માર્ગદર્શિકા અનુસાર પ્રસારણ કરવું ફરજિયાત

મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે આ વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિન્ટ મીડિયાને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાને સમાચાર પ્રસારણ અધિનિયમ દ્વારા નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકા અનુસાર સમાચાર અને જાહેરાતો પ્રકાશિત કરવી અને તેનું પ્રસારણ કરવું ફરજિયાત છે.

ઉમેદવારો અથવા રાજકીય પક્ષો દ્વારા જાહેરાત સામગ્રી પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રિન્ટિંગ કે પ્રસારણ માટે આપવામાં આવશે, તો તે મીડિયા સંસ્થાએ તેને એકવાર ચેક કરવું ફરજિયાત રહેશે કે જાહેરાત છાપવા માટેનું સર્ટિફિકેટ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી દ્વારા મેળવેલું હોવું જોઈએ. તેમજ જો ઉમેદવાર અથવા રાજકીય પક્ષની સંમતિથી પ્રચાર સામગ્રી છાપવામાં અથવા પ્રસારિત કરવામાં આવી રહી છે, તો તેનો ખર્ચ ઉમેદવાર અથવા રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે.


Gujarat