For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: મણિપુરમાં મતદાન સમયે ફાયરિંગ, પોલિંગ બૂથમાં નાસભાગ, EVMમાં તોડફોડ

Updated: Apr 19th, 2024

VIDEO: મણિપુરમાં મતદાન સમયે ફાયરિંગ, પોલિંગ બૂથમાં નાસભાગ, EVMમાં તોડફોડ

Manipur Lok Sabha Elections 2024 : દેશમાં આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર યોજાયેલ મતદાન પૂર્ણ થયું છે. આ દરમિયાન ઉત્તર પૂર્વ મણિપુરના મોઈરાંગમાં મતદાન વચ્ચે ફાયરિંગ (Polling Booth Firing) થયાની અને EVMમાં તોડફોડ થવાની ઘટના બની છે. અહીં મોઈરાંગ વિધાનસભા ક્ષેત્રના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પાસે બબાલની ઘટના બન્યા બાદ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ફાયરિંગ થતા જ મતદારોમાં નાસભાગ

એવું કહેવાય છે કે, મતદાન કેન્દ્ર પર ગોળીબારની ઘટના બાદ ભારે અફરાતફરી મચી હતી અને મતદારો ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે, ફાયરિંગમાં કોઈને પણ ઈજા થઈ નથી. હાલ આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મતદારો ભાગતા જોવા મળી રહ્યા છે.

પૂર્વ ઈમ્ફાલના મતદાન કેન્દ્રમાં ઘૂસણખોરીનો પ્રયાસ

આ પહેલા પૂર્વ ઈમ્ફાલના ખોંગમાનના એક મતદાન કેન્દ્રમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલો મુજબ હથિયારધારી બદમાશો મતદાન કેન્દ્રમાં ઘૂસી આવ્યા હતા અને ઈવીએમમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં બદમાશોએ હુમલો કરતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઘટના સ્થળે પોલીસ અધિકારી અને રાજકીય પક્ષોના એજન્ટો પણ હાજર હતા. હથિયારધારીઓ ડમી મત નાખવા ઘૂસી આવ્યા હતા. આ દરમિયાન તેઓએ ઈવીએમમાં તોડફોડ કરી હતી.

મણિપુરમાં બે લોકસભા બેઠક, એકનું મતદાન આજે પૂર્ણ

હાલ બંને ઘટનાઓને ધ્યાને રાખી તે વિસ્તારોમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં કુલ બે લોકસભા બેઠકો છે, જેમાંથી આજે એક લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે, જ્યારે બીજી લોકસભા બેઠક માટે 26મી એપ્રિલે મતદાન યોજાશે.

Gujarat