For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 10 ઉમેદવારો પાસે 'શૂન્ય' સંપત્તિ, જુઓ કોણ અમીર અને કોણ ગરીબ

Updated: Apr 19th, 2024

પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 10 ઉમેદવારો પાસે 'શૂન્ય' સંપત્તિ, જુઓ કોણ અમીર અને કોણ ગરીબ

Lok Sabha Election 2024 Richest Poorest Candidate : દેશમાં આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં 21 રાજ્યોની 102 બેઠકો પર 1625 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે. ચૂંટણીમાં માત્ર અમીર ઉમેદવારો જ નહીં, ગરીબ ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યું છે. એક ડેટા મુજબ દેશના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સામેલ 10 ઉમેદવારો ‘ઝીરો’ સંપત્તિ સાથે હરીફને ટક્કર આપવા મેદાને ઉતર્યા છે, જ્યારે પહેલા નંબરના અમીર ઉમેદવાર પાસે 716 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. 

10 ઉમેદવારોએ પાસે ‘શૂન્ય’ સંપત્તિ

એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનો ડેટા જાહેર કર્યો છે. ડેટા મુજબ ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 1625માંથી 1618 ઉમેદવારોની સંપત્તિનું વિશ્લેષણ કરાયું છે, જેમાં 10 ઉમેદવારોએ પોતાની ‘શૂન્ય’ સંપત્તિ જાહેર કરી છે. જ્યારે 450 ઉમેદવારો (28 ટકા) ઉમેદવારો કરોડપતિ છે અને તેમની પાસે એક કરોડથી વધુની પ્રોપર્ટી છે.

નકુલ નાથ સૌથી અમીર ઉમેદવાર

મધ્યપ્રદેશના છિંદવાડાના વર્તમાન સાંસદ અને કોંગ્રેસ નેતા નકુલ નાથ સૌથી અમીર ઉમેદવાર છે. તેઓ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર છે અને તેમની પાસે 716 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. મધ્યપ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણી જીતનાર નકુલ નાથ એરમાત્ર ઉમેદવાર હતા. બીજીતરફ તમિલનાડુના થૂથુકુડી બેઠક પરના અપક્ષ ઉમેદવાર પોનરાજ સૌથી ગરીબ ઉમેદવાર છે. તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની પાસે માત્ર 320 રૂપિયાની સંપત્તિ છે.

સૌથી વધુ સંપત્તિ ધરાવતા 10 ઉમેદવારો

Article Content Image

Article Content Image

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા 10 ઉમેદવારો

Article Content Image

Article Content Image

Gujarat