For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માથામાં બે ગોળીઓ મારી યુવા નેતાને ઢાળી દેવાયા, લોકસભા ચૂંટણી ટાણે જેડીયુને થયું મોટું નુકસાન

Updated: Apr 25th, 2024

માથામાં બે ગોળીઓ મારી યુવા નેતાને ઢાળી દેવાયા, લોકસભા ચૂંટણી ટાણે જેડીયુને થયું મોટું નુકસાન

Lok Sabha Elections 2024 | બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર છે, જ્યાં પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીતિશ કુમારની પાર્ટી JDUના યુવા નેતા સૌરભ કુમારની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં સૌરભનો સાથીદાર મુનમુન કુમાર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને પટનાના કાંકરબાગ સ્થિત એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો છે. 

લગ્ન સમારોહથી પરત આવતી વખતે ઘટના બની... 

આ ઘટના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના પાઈમાર ગામના સુથાર પુલની નજીક બની હતી. કહેવાય છે કે અહીં બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ સૌરભને ગોળી મારીને ભાગી ગયા હતા. 33 વર્ષીય સૌરભ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. તે મિત્ર મુનમુન સાથે રાત્રે 12 વાગે કારમાં લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર સવાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૌરભ કુમારને માથામાં ગોળી વાગી હતી જેના કારણે તેનું મોત થયું હતું. તેના મિત્ર મુનમુન કુમારને બે ગોળી વાગી છે અને તેની હાલત નાજુક છે.

જેડીયુ નેતાની હત્યાથી ગ્રામીણોમાં રોષ 

જેડીયુ નેતાની હત્યાની ઘટનાથી ગ્રામીણો ગુસ્સે છે અને મૃતદેહને એમ્બ્યુલન્સ સાથે રસ્તા પર રાખી દેખાવો શરૂ કરી દીધા છે. આ દરમિયાન NH 83 થી પટના સુધીનો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે. લોકોએ ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ કરી હતી. ઘટનાની માહિતી મળતાં પુનપુન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી લોકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Article Content Image

Gujarat