For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોટા મંત્રીઓના કદ વેતરાશે? આ રાજ્યમાં ભાજપ કેબિનેટમાં ફેરબદલ કરે તેવી શક્યતા

Updated: May 10th, 2024

મોટા મંત્રીઓના કદ વેતરાશે? આ રાજ્યમાં ભાજપ કેબિનેટમાં ફેરબદલ કરે તેવી શક્યતા

Lok Sabha Elections 2024: છત્તીસગઢમાં સાત લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું (સાતમી મે) મતદાન શાંતિપૂર્ણ થયું હતું. હવે રાજ્યમાં વિધાનસભા મુજબ પડેલા મતોની ટકાવારીની ભાજપ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના વિધાનસભા વિસ્તારમાં થયેલા મતદાનની નજીકથી સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સમીક્ષામાં સારા અને નબળા પ્રદર્શન કરનારા મંત્રીઓ અને ધારાસભ્યોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેથી નબળુ પ્રદર્શન કરનારા મંત્રીઓ અને ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનું સરળ બને.

છત્તીસગઢની સરકારમાં ફેરબદલ થઈ શકે છે

અહેવાલો અનુસાર, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ છત્તીસગઢની ભાજપ સરકાર કોર્પોરેશનોના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય પદો પર નિમણૂક કરશે. એવી પણ ચર્ચા છે કે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સરકારમાં બે નવા મંત્રીઓ પણ બનાવવામાં આવશે. આ માટે કેટલાક વરિષ્ઠ ધારાસભ્યોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં એક મંત્રીનું પદ પહેલેથી જ ખાલી છે. ભાજપમાં એક-બે મંત્રી બદલવાની પણ ચર્ચા છે.

છત્તીસગઢમાં 72.8 ટકા મતદાન થયું

છત્તીસગઢમાં લોકસભાની 11 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 72.8 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે મતદાનની ટકાવારી 1.31 ટકા વધી છે. છત્તીસગઢ લોકસભા ચૂંટણીમાં કુલ 220 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. રાયપુરમાં સૌથી વધુ 38 ઉમેદવારો હતા. આ પછી બિલાસપુરમાં 37, કોરબામાં 27, દુર્ગમાં 25, જાંજગીર-ચંપામાં 18, મહાસમુંદમાં 17, રાજનાંદગાંવમાં 15, રાયગઢમાં 13, બસ્તરમાં 11, સુરગુજામાં 10 અને કાંકેરમાં 9 ઉમેદવારો હતા.

Article Content Image

Gujarat