For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે મામા દિલ્હી જાશે, એ પણ ખાલી-પીલી નહીં...' ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન ચર્ચામાં

Updated: Apr 25th, 2024

હવે મામા દિલ્હી જાશે, એ પણ ખાલી-પીલી નહીં...' ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન ચર્ચામાં

Image Source: Twitter

Shivraj Singh Chauhan: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા બેઠક પરથી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હવે મામા દિલ્હી જાશે અને એ પણ ખાલી-પીલી નહીં જાશે. શિવરાજની સ્પીચનો આ વીડિયો સોશિયલ મીડિયા પ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં શિવરાજ સિંહ ચૌહાણ કહી રહ્યા છે કે, દેશમાં મોદી તથા અહીં મોહન યાદવ કામ કરશે અને હવે મામા દિલ્હી જાશે, એ પણ ખાલી-પીલી નહીં જાશે. હું દુબળો-પાતળો જરૂર છું પરંતુ કામ કરાવીને છોડીશ, ચિંતા ન કરો. અહીંના વિકાસ માટે જઈશ.

કાર્યકર્તાએ 'મામા' પાસે કરી આ માગ

આ વચ્ચે ત્યાં હાજર એક કાર્યકર્તાએ માગ કરી કે, તમારે દિલ્હીથી બે પદ લઈને આવવાનું છે. કૃષિ મંત્રી અને પંચાયત મંત્રી. તેના પર શિવરાજ સિંહ હસવા લાગ્યા અને કહંયું કે, હું તો કાર્યકર્તા છું અને પાર્ટી જે પણ કામ આપશે તે પૂરી પ્રામાણિકતા સાથે કરીશ. હું તો તમારો જ છું અને તમારી સેવા કરીશ. 

હું ચૂંટણી નથી લડી રહ્યો........: શિવરાજ સિંહ

આ વચ્ચે જ્યારે શિવરાજ સિંહે કહ્યું કે, હું ચૂંટણી નથી લડી રહ્યો. તેના પર એક કાર્યકર્તાએ કહ્યું કે, મોદી લડી રહ્યા છે. ત્યારબાદ ફરી કહ્યું કે,  ના-ના તમે લડી રહ્યા છો. ત્યારે શિવરાજ સિંહે કહ્યું કે, હું આજે નહીં બોલીશ જે દિવસે જીતીને આવીશ એ દિવસે બોલીશ. 

BJP-જનસંઘનો ગઢ માનવામાં આવે છે વિદિશા બેઠક

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને ઉજ્જૈનથી ચૂંટાયેલા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે. જ્યારે શિવરાજને તેમની જૂની બેઠક વિદિશા પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. વિદિશા બેઠકની વાત કરીએ તો આ બેઠક ભાજપ-જનસંઘનો ગઢ માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ આ બેઠક પર જીત હાંસવ કરી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ ખુદ વિદિશા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.


Gujarat