For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નશીલી દવા પીવડાવી 100થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ કરનારા 'જલેબી બાબા'નું હિસાર જેલમાં મૃત્યુ

Updated: May 9th, 2024

નશીલી દવા પીવડાવી 100થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ કરનારા 'જલેબી બાબા'નું હિસાર જેલમાં મૃત્યુ

Image: Freepik

Jalebi Baba Death: દુષ્કર્મના ઘણા કેસમાં હિસારની સેન્ટ્રલ જેલ-2માં સજા કાપી રહેલા ટોહાનાના અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉર્ફે બિલ્લુનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું.મોતનું કારણ હાર્ટ એટેક ગણાવાઈ રહ્યું છે. અમરપુરી મૂળ પંજાબના માનસાનો રહેવાસી હતો. વર્ષો પહેલા તે ટોહાનામાં જલેબીની રેકડી ચલાવતો હતો. બાદમાં બાબા બની ગયેલો અને આશ્રમ બનાવી લીધુ.

વર્ષ 2017માં તે સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યો જ્યારે તેની પર 100 થી વધુ મહિલાઓએ સારવાર અને પ્રવચન દરમિયાન નશીલી દવાઓ ભેળવીને ચા પીવડાવી બેભાન કરીને તેમની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં કેસની તપાસ થઈ તો આશ્રમમાંથી આપત્તિજનક સામગ્રીનો જથ્થો મળ્યો હતો.

14 વર્ષની સજા સંભળાવાઈ હતી

જે બાદ અમરપુરી પર લાગેલા આરોપમાં પાંચ વર્ષ સુધી કોર્ટ સુનાવણી ચાલી હતી. ફતેહાબાદની જિલ્લા કોર્ટે 10 જાન્યુઆરી 2023એ 14 વર્ષની સજા સંભળાવી. જણાવાઈ રહ્યું છે કે હવે જલેબી બાબા જેલમાં રહીને ઘણા દિવસોથી બીમાર હતો. જેલમાં જ તેની સારવાર ચાલી રહી હતી.

જેલ તંત્રના જણાવ્યા અનુસાર મંગળવારે બપોરે અમરપુરી ઉર્ફે જલેબી બાબાને છાતીમાં તકલીફ થઈ હતી. તેને જેલ પહેલા હિસારના જિલ્લા નાગરિક હોસ્પિટલ અને પછી અગ્રોહા મેડીકલ કોલેજ રેફર કરવામાં આવ્યો. સાંજ સુધી તેના આરોગ્યમાં સુધારો થવા પર પાછો જેલ લાવવામાં આવ્યો હતો. રાત્રે અમરપુરીને પોતાની બેરેકમાં છાતીમાં દુખાવો થયો. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

આ કેસમાં સજા થઈ હતી

ઓક્ટોબર 2017માં ટોહાના સ્થિત જલેબી બાબાના આશ્રમમાં મહિલા શ્રદ્ધાઓના આપત્તિજનક વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ફતેહાબાદ કોર્ટે જલેબી બાબાને સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં 14 વર્ષની સજા સંભળાવી હતી. 

ઘણી અન્ય મહિલાઓ સાથે દુષ્કર્મના મામલે સાત-સાત વર્ષની સજા, આઈટી એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. કોર્ટના આદેશ પર આ તમામ સજા એક સાથે ચાલતી હતી. તે બાદથી જલેબી બાબા હિસારની કેન્દ્રીય જેલ-2માં કેદ હતો. આઝાદ નગર પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં ડોક્ટરોના બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી.

Gujarat