For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયાના સૌથી સસ્તાં પાસપોર્ટની યાદીમાં ભારત બીજા ક્રમે, જાણો કેટલાં દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી?

Updated: Apr 25th, 2024

દુનિયાના સૌથી સસ્તાં પાસપોર્ટની યાદીમાં ભારત બીજા ક્રમે, જાણો કેટલાં દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી?

Indian Passport: ભારતીય પાસપોર્ટ દુનિયામાં બીજો સૌથી સસ્તો પાસપોર્ટ બની ગયો છે. એક સ્ટડીમાં આ માહિતી સામે આવી છે. સ્ટડીના પરિણામો અનુસાર ભારતનો પાસપોર્ટ બીજો સૌથી સસ્તો પાસપોર્ટ હોવાની સાથે વેલિડિટીના એક વર્ષના ખર્ચના હિસાબે તે દુનિયાનો સૌથી સસ્તો પાસપોર્ટ છે. સ્ટડીમાં યુએઈનો પાસપોર્ટ ટોચે રહ્યો છે. 

કોણે કરી આ સ્ટડી...? 

ઓસ્ટ્રેલિયન કંપની Compare the Market AUએ તેની સ્ટડીમાં જુદા જુદા દેશોના પાસપોર્ટના ખર્ચની તુલના કરી હતી. તેમાં પાસપોર્ટની વેલિડિટીના દર વર્ષના ખર્ચની પણ તુલના કરાઈ હતી. તેમાં એવું પણ સામેલ છે કે કયા દેશોના પાસપોર્ટનો ઉપયોગ કરી કેટલાં દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. 

ઓસ્ટ્રેલિયન ફર્મ તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટનો ખર્ચ 18.07 ડૉલર (1,505 રૂપિયા) છે. જોકે યુએઇ 5 વર્ષ માટે પાસપોર્ટ બદલ 17.70 ડૉલર (1,474 રૂપિયા) ચાર્જ વસૂલે છે. ભારતીય પાસપોર્ટ સસ્તો છે પરંતુ તે માત્ર મર્યાદિત દેશોને જ વિઝા ફ્રી એન્ટ્રી અપાવે છે. ભારતીય પાસપોર્ટ ધારકો માત્ર 62 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોથી ખૂબ જ ઓછા છે, જેમના પાસપોર્ટ મોંઘા છે પરંતુ તેમને વધુમાં વધુ દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે. 

વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ 'સૌથી સસ્તો'

સ્ટડીમાં UAE પાસપોર્ટ દરેક પાસામાં ટોચ પર રહ્યો હતો પછી તે વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એક્સેસ. વાર્ષિક ખર્ચના હિસાબે ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો છે. ભારતીય પાસપોર્ટની એક વર્ષની વેલિડિટી માટે માત્ર 1.81 ડોલર (150 રૂપિયા) ચૂકવવા પડે છે. જ્યારે દર વર્ષે ખર્ચની દ્રષ્ટિએ સૌથી સસ્તો પાસપોર્ટ દક્ષિણ આફ્રિકા ($3.05, રૂ. 254) અને કેન્યા ($3.09, રૂ. 257)નો રહ્યો છે.

Article Content Image

Gujarat