For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય પોસ્ટમાં ભરતીની જાહેરાત, પગાર 63 હજાર, જાણો તમામ માહિતી

Updated: Apr 23rd, 2024

ભારતીય પોસ્ટમાં ભરતીની જાહેરાત, પગાર 63 હજાર, જાણો તમામ માહિતી

India Post Jobs 2024: જો તમે ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય પોસ્ટ દ્વારા  એક નોટીફિકેશન બહાર પાડીને ભરતી કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો ઓફલાઇન અરજીફોર્મ ભરીને આપેલા સરનામે મોકલી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે 14 મે સુધીમાં નિયત સરનામાં પર પહોંચાડવું જરુરી છે. તે પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

સૂચના અનુસાર આ ભરતી અભિયાન દ્વારા કુલ 27 સ્ટાફ કાર ડ્રાઈવરની ખાલી જગ્યાઓ ભરવાની છે. NK પ્રદેશમાં 4 જગ્યાઓ, BG (હેડક્વાટર ) પ્રદેશમાં 15 પોસ્ટ અને BG (મુખ્ય મથક) પ્રદેશમાં 8 જગ્યાઓ ખાલી છે. આ ભરતી અભિયાનમાં અરજી કરનાર ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. અરજી કરતા ઉમેદવારો પાસે હળવા/ભારે મોટર વાહનો ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરુરી છે.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારોએ ઓછામાં ઓછી18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રુપિયા 19,900 થી રુપિયા 63,200 સુધીનો પગાર આપવામાં આવશે.

પસંદગીની પ્રક્રિયા

અરજી કરનાર ઉમેદવારોએ થિયરી ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ અને મોટર મિકેનિઝમ ટેસ્ટમાં સામેલ થવાનું રહેશે. જે ઉમેદવારો તેમા સફળ રહેશે તે ઉમેદવારને આ પદો માટે પસંદ કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારે 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ પસાર કરવાનો રહેશે.

અરજી ફોર્મ અહીં મોકલો

ભરેલુ અરજી ફોર્મ આ સરનામે મોકલવાનું રહેશે. ઉમેદવારો અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને  “મેનેજર, મેલ મોટર સર્વિસ, બેંગલુરુ – 560001” પર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી શકે છે 

Gujarat