For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મકાનમાં ડ્રગ્સ બનાવતા ચાર નાઈજિરિયન પકડાયા : 150 કરોડનો જથ્થો મળ્યો

Updated: Apr 19th, 2024

મકાનમાં ડ્રગ્સ બનાવતા ચાર નાઈજિરિયન પકડાયા : 150 કરોડનો જથ્થો મળ્યો

- ભાડાના ફ્લેટમાં 'એક્સ્ટસી' ડ્રગ બનાવવાના મશીન લગાવ્યા હતાં, એક વર્ષમાં ત્રીજો કેસ

નોઈડા : ગ્રેટર નોઈડામાં રહેતા ચાર નાઈજિરિયન નાગરિકોની તેમના ભાડાના મકાનમાંથી આશરે ૨૫ કિલો મેથિલેનેડિઓક્સીફેનેથિલામાઈન ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા હતાં.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલું એમડીએમએ ડ્રગ્સ એક્સ્ટસી અથવા મોલી તરીકે પણ ઓળખાય છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા ૧૫૦ કરોડથી વધુની છે. મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે ગ્રેટર નોઈડાના એક ફ્લેટમાં પોલીસે દરોડા પાડતાં તેમાં અત્યાધુનિક ઉપકરણોના સેટઅપની મદદથી એક્સ્ટસી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. 

પોલીસે ફ્લેટમાં હાજર ચાર નાઈજિરિયનની ધરપકડ કરી હતી. ગ્રેટર નોઈડામાં આ ત્રીજો કેસ છે જેમાં, વિદેશીઓ દ્વારા ભાડાના મકાનમાં સિન્થેટિક દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ડ્રગ્સ માફિયા સામે પોલીસે છેલ્લા એક વર્ષથી ઓપરેશન 'પ્રહાર' શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ માહિતી મળી હતી કે, ડાર્ક વેબ, ઓનલાઈન મોડ અને શોપિંગ એપ્સનો ઉપયોગ કરીને ડ્ગ્સનું વેચાણ કરવામાં આવતું હતું.

Gujarat