For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં લાગી આગ: ઝેરોક્સ મશીન, કમ્પ્યુટર અને કેટલીક ફાઈલો બળીને ખાક

Updated: Apr 16th, 2024

ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં લાગી આગ: ઝેરોક્સ મશીન, કમ્પ્યુટર અને કેટલીક ફાઈલો બળીને ખાક

Fire In MHA Office: દિલ્હીમાં  કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયના બીજા માળે આજે (મંગળવાર) આગ લાગી હતી. જેના કારણે કાર્યાલયમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી

દિલ્હી ફાયર સર્વિસ (ડીએફએસ)ના એક અધિકારીએ જણાવ્યું કે, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સવારે 9.35 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે સવારે લગભગ 9.20 વાગ્યે આગની જાણ થઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

અહેવાલો અનુસાર, આ ઘટનામાં એસી, ઝેરોક્સ મશીન, કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. એસી ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી પહેલા ACમાં લાગી અને પછી ધીમે ધીમે ફેલાઈ હતી. જ્યારે આ આગની ઘટના બની ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યાલયમાં હાજર ન હતા, પરંતુ ઘણાં વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા.

Article Content Image

Gujarat