For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે દેશમાં ગમે ત્યારે આવી શકે છે વિનાશક પૂર, ભીષણ ગરમી વચ્ચે ISROએ કેમ આપી આવી ચેતવણી?

Updated: Apr 24th, 2024

હવે દેશમાં ગમે ત્યારે આવી શકે છે વિનાશક પૂર, ભીષણ ગરમી વચ્ચે ISROએ કેમ આપી આવી ચેતવણી?

Image: Facebook

ISRO: સરોવર દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. ઘણી વખત જ્યારે તમે સુંદર ખીણમાં ફરવા જાવ છો તો સરોવરના કિનારે બસ બેસી રહેવાનું જ મન થાય છે અને એવું લાગે છે કે બસ આ પાણીને જોતાં જ રહીએ પરંતુ આ સરોવરનું પાણી બમણું થઈ જાય તો કદાચ આ નાના શહેરને ડૂબાડવા માટે પૂરતું હશે. શાંત લાગતું આ પાણી ક્યારે પૂર બની જાય, એ વાત કોઈ જાણતું નથી પરંતુ ઈસરોના વિજ્ઞાનીઓને આ વાતનો અણસાર આવી ચૂક્યો છે. 

જે રીતે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે આ ખૂબ જોખમી છે. ગ્લેશિયરોના પીગળવાથી કંઈક એવું થઈ રહ્યું છે, જે સામાન્ય માણસના વિચારથી પર છે. આ આગામી સમયમાં માત્ર અને માત્ર તબાહી જ મચાવશે.

હિમાલયના વિસ્તારોમાં જ્યારે ગ્લેશિયર પીગળે છે તો સરોવર બને છે અને જ્યારે સરોવર બને છે તો જેમ-જેમ ગ્લેશિયર વધુ પીગળે છે, આ સરોવર વધતા જાય છે પરંતુ શું તમે જાણો છો કે હિમાલય વિસ્તારમાં આ સરોવરનો આકાર ખૂબ જ વધુ જોખમી રીતે વધી રહ્યો છે. 

ઈસરોએ પણ આ વાતને લઈને ચેતવણી આપી છે કે સેટેલાઈટથી મળેલા આંકડા અને વિશ્વભરમાં કરવામાં આવેલા રિસર્ચથી જાણ થાય છે કે 80મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે શરૂ થઈ. તે બાદથી જ ગ્લેશિયર પાતળા થતા જઈ રહ્યાં છે એટલે કે આટલો બરફ સતત ઓગળી રહ્યો છે. ગ્લેશિયર જ્યારે પીગળે છે તો તેનાથી સરોવર બને છે અને જે સરોવર પહેલેથી જ હાજર છે. તેનો આકાર વધી રહ્યો છે.

ચોંકાવનારી અને ડરામણી વાત એ છે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ એટલે કે જીએલઓએફના કારણે નીચલા વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે અને તેના પરિણામ પણ ભયંકર હોઈ શકે છે. તેના કરતાં પણ ડરામણી વાત એ છે કે તેની ઉપર નજર રાખી શકાતી નથી એટલે કે ક્યારે પૂર આવી જાય અને ક્યારે આ પાણી પોતાની સાથે તબાહી લઈ આવે કંઈ કહી શકાય નહીં.  

ઈસરોના આંકડા અનુસાર વર્ષ 2016થી 17ની વચ્ચે 2341 સરોવરની ઓળખ કરવામાં આવી હતી જે 10 હેક્ટર મોટાં હતાં. જેમાંથી 676 સરોવરનો આકાર ખૂબ વધ્યો છે. તેમાંથી સિંધુ બેસિનમાં 65, ગંગા બેસિનમાં 7 અને બ્રહ્મપુત્ર બેસિનમાં 58 સરોવર સામેલ છે. સરોવરના આકારમાં પણ ખૂબ વધુ વધારો થયો છે. સાથે જ 601 સરોવરના આકાર પણ લગભગ બમણા થયા છે.

ઈસરોના જણાવ્યાં અનુસાર ગ્લેશિયરનું પીગળવું મોટા પાયે ક્લાઈમેટ ચેન્જનો મોટો સંકેત છે. આ ગ્લેશિયરના પીગળવાથી પહાડી વિસ્તારોમાં ભયંકર પૂર આવી શકે છે.

Gujarat