For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે આંદામાનમાં કર્યું ક્રિસ્ટલ મેઝ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ, 250 કિ.મી. દૂર સુધી હુમલો કરવા સક્ષમ

Updated: Apr 24th, 2024

ભારતે આંદામાનમાં કર્યું ક્રિસ્ટલ મેઝ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ, 250 કિ.મી. દૂર સુધી હુમલો કરવા સક્ષમ

Crystal Maze 2 Missile : ભારતીય વાયુસેનાએ આંદામાન અને નિકોબાર ટાપુના આકાશમાં નવી બેલેસ્ટિક મિસાઈલ ‘ક્રિસ્ટલ મેઝ-2 (Crystal Maze 2) નું સફળ પરીક્ષણ કર્યું છે, જેમાં મિસાઈલે ચોક્કસ નિશાના પર ટાર્ગેટ કરી હિટ કર્યું હતું. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર ઝડપી ગતિએ ટાર્ગેટ કરવાની ક્ષમતા ઉપરાંત 250 કિલોમીટર દૂર સુધી હુમલો કરવાની તાકાત ધરાવે છે. ઈઝરાયેલની આ મિસાઈલને રોક્સ પણ કહેવામાં આવે છે.

ભારતમાં બનાવાઈ ઈઝારયેલી મિસાઈલ

ભારતીય વાયુસેના (Indian Air Force)એ મિસાઈલના પરીક્ષણ માટે સૌથી ઘાતક ફાઈટર જેટ સુખોઈ સૂ-30MKI (Sukhoi SU-30MKI)નો ઉપયોગ કર્યો હતો. સેનાએ પરીક્ષણ માટે આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar)ની પસંદગી એટલા માટે કરી કે, ત્યાં ત્રણે સેનાનો બેઝ આવેલો છે. ઈઝરાયેલની આ મિસાઈલ ભારતમાં જ બની રહી છે, જેને મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવાઈ રહી છે.

ક્રિસ્ટર મેઝ-2ની રેન્જ 250 કિ.મી.

ક્રિસ્ટર મેઝ-2 મિસાઈલ તેના જૂના વર્ઝન એટલે કે ક્રિસ્ટર મેઝ-1થી તદ્દન અલગ અને અત્યાધુનિક છે. તેની રેન્જ 250 કિલોમીટર છે. આ સ્ટેન્ડ ઑફ રેન્જ એર-ટૂ-સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મિસાઈલ સતત મૂવ કરી રહેલી વસ્તુઓને પણ ટાર્ગેટ કરી શકે છે. આ ઉપરાંત મિસાઈલ દૂરની વસ્તુને ટાર્ગેટ કરવા ઉપરાંત દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો પણ કરી શકે છે.

મિસાઈલની ખાસીયત...

  • ક્રિસ્ટલ મેઝ-2ની રેન્જ 250 કિલોમીટર
  • આકાશમાંથી જમીન પર ટાર્ગેટ કરવાની ક્ષમતા
  • લાંબા રેન્જની બેલેસ્ટિક મિસાઈલ
  • 1360 કિલોગ્રામ મિસાઈલનું વજન લગભગ 
  • 15 ફૂટ મિસાઈલની લંબાઈ
  • 21 ઈંચ મિસાઈલનો વ્યાસ
  • 6.6 ફૂટ વિંગ સ્પેનની લંબાઈ
  • મિસાઈલ લોન્ચ કરવા સિંગલ સ્ટેર સૉલિડ રૉકેટ એન્જનનો ઉપયોગ
  • મિસાઈલમાં 340 કિલોગ્રામનું હથિયાર લાગાવવાની ક્ષમતા
Gujarat