For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'સરકાર બદલાશે તો એવી કાર્યવાહી કરીશું કે ફરી કોઈની હિમ્મત નહીં થાય...', રાહુલ ગાંધીનું ITની નોટિસ પર નિવેદન

Updated: Mar 29th, 2024

'સરકાર બદલાશે તો એવી કાર્યવાહી કરીશું કે ફરી કોઈની હિમ્મત નહીં થાય...', રાહુલ ગાંધીનું ITની નોટિસ પર નિવેદન

Rahul Gandhi On Income Tax : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે આવકવેરા વિભાગ તરફથી નોટિસ જાહેર કરી દેવાઈ છે. તેના પર રાહુલ ગાંધીને સત્તાધારી પાર્ટી ભાજપ પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપને યાદ રાખવું જોઈએ કે જ્યારે સરકાર બદલાશે, તો તે લોકોની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, જેમણે લોકશાહીનું ચીરહરણ કર્યું છે. એવી કાર્યવાહી થશે બીજી વખત ફરી કોઈની હિમ્મત નહીં થાય, આ બધુ કરવાની. આ મારી ગેરેન્ટી છે. 

જણાવી દઈએ કે, ભાજપ લોકસભા ચૂંટણીને લઈને 'મોદીની ગેરેન્ટી' અભિયાન ચાલી રહ્યું છે, જે વડાપ્રધાન મોદીના પોતાના ચૂંટણી વચનોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના છેલ્લા વીડિયોમાં ટેગ કરતા પોતાની પોસ્ટ સાથે હેશટેગ #BJPTaxTerrorism નો ઉપયોગ પણ કર્યો છે.

તો, કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીને ગત વર્ષોના ટેક્સ રિટર્નમાં વિસંગતતાઓ માટે 1800 કરોડ રૂપિયા જમા કરાવવા માટે આવકવેરા વિભાગથી એક નોટિસ મળી છે. નોટિસને ગંભીર જણાવતા કોંગ્રેસે ભાજપ પર 'ટેક્સ ટેરરિઝ્મ'નો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ વીકેન્ડ પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે : જયરામ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'કોંગ્રેસને આર્થિક રીતે નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. કોંગ્રેસ આવકવેરા વિભાગની આ નોટિસ વિરૂદ્ધ વીકેન્ડ પર દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ટેક્સ ટેરરિઝ્મ દ્વારા વિપક્ષ પર હુમલો કરાઈ રહ્યો છે.'

અજય માકને કર્યા ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે જે માપદંડોના આધારે કોંગ્રેસને દંડની નોટિસ અપાઈ છે, એજ આધારે ભાજપ પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણીની માંગ કરવી જોઈએ. કાલે અમને આવકવેરા વિભાગ પાસેથી 1823.08 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા માટે નોટિસ મળી છે. પહેલા જ આવકવેરા વિભાગે અમારા બેંક એકાઉન્ટથી જબરદસ્તી 135 કરોડ રૂપિયા કાઢી લીધા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસે કહ્યું હતું કે, કથિત રીતે આવકવેરા વિભાગમાં ચૂકના કારણે પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરી દેવાયા હતા. પાર્ટીને કથિત અતિદેય ટેક્સમાં 130 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની નોટિસ જાહેર કરી દેવાઈ હતી.

Gujarat