For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી સભામાં ભાન ભૂલ્યા 'ડિસ્કો' ધારાસભ્ય, અશ્લીલ ગીત ગાવાની સાથે ભણાવ્યા પ્રેમના પાઠ

Updated: May 4th, 2024

ચૂંટણી સભામાં ભાન ભૂલ્યા 'ડિસ્કો' ધારાસભ્ય, અશ્લીલ ગીત ગાવાની સાથે ભણાવ્યા પ્રેમના પાઠ

Bihar Lok Sabha Elections 2024 : બિહારના ચર્ચાસ્પદ પૂર્વ ધારાસભ્ય અને મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)ના ખાસ JDU નેતા શ્યામ બહાદુર સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. તેઓ ક્યારે કમર હલાવી તો ક્યારે ઓર્કેસ્ટ્રામાં બાર-બાળા સાથે ડાન્સ મામલે વિવાદમાં રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ દારુબંધી મામલે પણ નિવેદન કરી ચુક્યા છે. ગત વર્ષે બાર-બાળા સાથેનો ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે આજે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ચૂંટણીના મંચ પરથી ખૂબ આંખ મારી રહ્યા છે. તેમણે આજે સિવાનમાં યોજાયેલી ચૂંટણી સભામાં અશ્લીલ ગીત ગાવાની સાથે પ્રેમના પાઠ ભણાવી વધુ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

મહિલાઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યનું અશ્લીલ સંબોધન

શ્યામ બહાદુર સિંહે (Shyam Bahadur Singh) NDAએ ઉમેદવાર વિજય લક્ષ્મી કુશવાહા (Vijay Lakshmi Kushwaha)ના સમર્થનમાં સિવાન જિલ્લાના ગાંધી મેદાનમાં આજે એક ચૂંટણી સભા સંબોધી હતી. અહીં મંચ પર ઘણી મહિલાઓ પણ ઉપસ્થિત હતી. તેમણે સંબોધનમાં જેડીયૂના સિમ્બોલ તીર નિશાનનો જુદી અર્થ કાઢ્યો હતો. તેમણે તીર નિશાન અંગે કહ્યું કે, ‘તમે બધા આઈ લવ યૂનો કરો અભ્યાસ, દિલમાં હોય છે તીર’ એટલું જ નહીં તેમણે ચૂંટણી સ્ટેજ પર અશ્લીલ ગીતો પણ ગાયા હતા અને જનતાને જોઈને સતત આંખ મારતા પણ જોવા મળ્યા હતા.

શ્યામ બહાદુર સિંહે અશ્લીલ ગીત ગાયું

સભા દરમિયાન જનતાએ હોબાળો કરતા તેમણે લોકોને આંખ મારવાનું શરૂ કર્યું હતું. સભામાં મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા સામેલ હતા. તેમણે મંચ પર એવી હરકતો કરી કે, ગામની સ્ત્રીઓ પણ સંકોચ અનુભવવા લાગી હતી. ત્યારબાદ તેમણે મંચ પર ગીત ગાયું કે, ‘આંખ મારા હો બાબુ આંખ મારો.’ મહિલા ઉમેદવાર સહિત એનડીએ ગઠબંધનના ઘણા નેતાઓ સ્ટેજ પર હાજર હતા, પરંતુ પૂર્વ ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ ગાતા રહ્યા.

શ્યામ બહાદુર સિંહ કોણ છે?

શ્યામ બહાદુર સિંહ બધરિયા વિધાનસભાથી જેડીયુના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ નીતીશ કુમારના પણ ખૂબ નજીકના હોવાનું મનાય છે. શ્યામ બહાદુર સિંહે દારૂબંધી પર એક દારૂડિયાઓનું સંમેલન પણ યોજવાની પણ વાત કરી ચુક્યા છે. આવા નિવેદનો બાદ તેમની ટીકા પણ થતી રહી છે.

Gujarat