For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મેં મારી હોડી ડુબાડી', અભિનેત્રીના મોત પહેલાની છેલ્લી પોસ્ટ આવી સામે, બેડરૂમમાં મળી આવ્યો હતો મૃતદેહ

Updated: Apr 28th, 2024

'મેં મારી હોડી ડુબાડી', અભિનેત્રીના મોત પહેલાની છેલ્લી પોસ્ટ આવી સામે, બેડરૂમમાં મળી આવ્યો હતો મૃતદેહ

Bhojpuri Actress Committed Suicide: બિહારના ભાગલપુરમાં આદમપુર જહાઝ ઘાટ પર સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં શનિવારે (27મી એપ્રિલ) ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જોગસર પોલીસ મથકની પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અહેવાલો અનુસાર, અમૃતા પાંડે ભોજપુરી અને હિન્દી સહિત ઘણી ફિલ્મો અને સિરિયલો, વેબ સિરીઝ અને જાહેરાતોમાં કામ કરી ચૂકી હતી.

અભિનેત્રીનો બેડરૂમમાંથી મૃતદેહ મળ્યો

અહેવાલો અનુસાર, મૃત્યુ પહેલા ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેએ વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે 'મારૂ જીવન બે હોડી પર સવાર છે, મેં મારી હોડીને ડુબાડીને તેનો રસ્તો સરળ બનાવી દીધો.' પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (27મી એપ્રિલ)  સાંજે માહિતી મળી હતી કે એપાર્ટમેન્ટમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતા જ પોલીસના ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટ પર પહોંચ્યા તો અમૃતાનો મૃતદેહ પલંગ પર પડેલો હતો. જ્યારે પોલીસે માહિતી લીધી તો પરિવારજનોએ જણાવ્યું કે, 'બપોરના સમયે અમૃતાનો બેડરૂમ ખોલવામાં આવ્યો તો. ત્યાં તે લટકતી હાલતમાં મળી આવી હતી.'

અમૃતા કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી

અમૃતા પાંડેના લગ્ન વર્ષ 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગડ સાથે થયા હતા. તે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. અમૃતા કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. તે ખૂબ જ હતાશ હતી. આ કારણોસર અમૃતાની સારવાર પણ ચાલી રહી હતી. હાલમાં જ અમૃતાની હોરર વેબ સિરીઝ પ્રતિશોધનો પહેલો ભાગ રિલીઝ થયો છે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત પણ હતી.

Gujarat