For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રચાર માટે અભિનેત્રી અને મુખ્યમંત્રી સામ-સામે મેદાને ઉતરતાં આ બેઠકના ઉમેદવારો વચ્ચે રસાકસી વધી

Updated: Apr 24th, 2024

પ્રચાર માટે અભિનેત્રી અને મુખ્યમંત્રી સામ-સામે મેદાને ઉતરતાં આ બેઠકના ઉમેદવારો વચ્ચે રસાકસી વધી

Image: Facebook & Twitter

Lok Sabha Elections 2024: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે રાજકીય પાર્ટીઓનું વિશેષ ફોકસ બીજા તબક્કા પર છે. બિહારની પાંચ બેઠકો પર સેકન્ડ ફેઝમાં 26 એપ્રિલે મતદાન થશે, જેમાં ભાગલપુર લોકસભા બેઠક પણ સામેલ છે.

બિહારની ભાગલપુર બેઠક પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનની વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. એનડીએ હેઠળ આ બેઠક જેડીયુ અને ઈન્ડિયા હેઠળ કોંગ્રેસની પાસે છે. જેડીયુએ વર્તમાન સાંસદ અજય કુમાર મંડળને એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે જ્યારે કોંગ્રેસે ધારાસભ્ય અજીત શર્માને ટિકિટ આપી છે. જે ભાગલપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય પણ છે.

એક્ટ્રેસ v/s મુખ્યમંત્રી

જેડીયુ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ભાગલપુર બેઠક પર પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ ઉમેદવાર અજીત શર્માના ચૂંટણી પ્રચારની કમાન તેમની પુત્રી અને બોલીવુડ એક્ટ્રેસ નેહા શર્માએ સંભાળી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અજય કુમાર મંડળના સમર્થનમાં રોડ શો કર્યો. બંનેના ચૂંટણી પ્રચારમાં ખૂબ ભીડ એકઠી થઈ રહી છે.

એક્ટ્રેસના પિતા ભાગલપુરથી ધારાસભ્ય છે

અજીત શર્મા વર્તમાનમાં ભાગલપુરથી ધારાસભ્ય છે. તેમની બે પુત્રી નેહા શર્મા અને આયશા શર્મા એક્ટ્રેસ છે. નેહા શર્મા પોતાના પિતા માટે ચૂંટણી પ્રચાર પણ કરી રહી છે. એક્ટ્રેસે ભાગલપુરમાં 23 એપ્રિલે રોડ શો કર્યો. નેહા શર્માએ પોતાના પિતા અને કોંગ્રેસ ઉમેદવાર અજીત શર્માની સાથે ઓપન જીપમાં બેસીને જનતા પાસે વોટ આપવાની અપીલ કરી. 

નીતીશ કુમાર ત્રીજી વખત ભાગલપુર પહોંચ્યા

એક્ટ્રેસ નેહા શર્માએ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના પિતા માટે રોડ શો કર્યો હતો અને અજીત શર્માની જીત થઈ હતી. એક્ટ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર કરવાથી એનડીએ ઉમેદવાર અજય મંડલની ચૂંટણી લડત મુશ્કેલ થઈ ગઈ. દરમિયાન લોકસભા ચૂંટણી દરમિયાન અજય મંડલના સમર્થનમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર ત્રીજી વખત ભાગલપુર પહોંચ્યા. તેમણે મંગળવારે રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તા જોડાયા.

Gujarat