For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'એ વાતથી ઠેસ લાગી..' મધ્ય પ્રદેશથી કોંગ્રેસી મહિલા ધારાસભ્યના કેસરિયા, પાર્ટીને જોરદાર ઝટકો

Updated: May 5th, 2024

'એ વાતથી ઠેસ લાગી..' મધ્ય પ્રદેશથી કોંગ્રેસી મહિલા ધારાસભ્યના કેસરિયા, પાર્ટીને જોરદાર ઝટકો

Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી માટે એક પછી એક તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે કોંગ્રેસને પણ એક પછી એક ઝટકા લાગતા જઈ રહ્યા છે. તાજેતરનો મામલો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. અહીં બીનાથી કોંગ્રેસના ધારાસભ્ય નિર્મલા સપ્રેએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. 

સીએમની હાજરીમાં શપથ લીધા 

મુખ્યમંત્રી મોહન યાદવની સભા દરમિયાન રાહતગઢ ખાતે નિર્મલાએ ભાજપના સભ્યપદના શપથ લીધા હતા. નિર્મલા સપ્રેએ વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર તથા બે વખતના ધારાસભ્ય મહેશ રાયને 6000થી વધુ વોટથી પરાજય આપ્યો હતો. 

ભાજપમાં જોડાયા બાદ કહી આ વાત 

જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એકમાત્ર બીના વિધાનસભા બેઠક પરથી જ તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય નિર્મલા સપ્રેએ ભાજપમાં ગયા બાદ કહ્યું કે અમુક દિવસ પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ મહિલાઓના સન્માનમાં ખોટી વાતો કહી હતી પણ હું અનામત વર્ગની ધારાસભ્ય છું અને એ વાતથી મને ઠેસ લાગી એટલા માટે મેં ભાજપને પસંદ કર્યો કેમ કે અહીં મહિલાઓને સન્માન મળે છે. 

Article Content Image

Gujarat