For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમિત શાહે કચ્છમાં કર્યુ હવાઇ નિરીક્ષણ, માંડવી સિવીલ હૉસ્પિટલ અસરગ્રસ્તના ખબર અંતર પુછ્યા

ભુજ એરફોર્સ સ્ટેશનથી નલિયા જવા રવાના થયા

અબડાસા બાદ માંડવી જશે અમિત શાહ

Updated: Jun 17th, 2023

અમિત શાહે કચ્છમાં કર્યુ હવાઇ નિરીક્ષણ, માંડવી સિવીલ હૉસ્પિટલ અસરગ્રસ્તના ખબર અંતર પુછ્યા

આજે કચ્છ પહોંચીને ગૃહમંત્રી અમિત શાહે હવાઇ નિરીક્ષણ કર્યુ છે. આજે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચેલા અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ 4 વાગે ભુજ કલેકટર ઓફિસમાં અમિત શાહ રીવ્યુ બેઠક કરશે. તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.

અમિત શાહે માંડવીની સિવીલ હૉસ્પીટલની મુલાકાત લીધી 

હવાઇ નિરીક્ષણ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા હૉસ્પીટલ પહોંચ્યા હતા, અમિત શાહ માંડવી સિવીલ હૉસ્પીટલમાં એડમીટ થયેલા અસરગ્રસ્ત લોકોને મળીને તેમના ખબર અંતર પુછ્યા હતા. 


આ પહેલા અમિત શાહે અધિકારીઓ કરી હતી બેઠક 

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. 

સાંજે 4 વાગ્યે સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક 

અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. અહીંથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કચ્છ, જખૌ, સહિત અસરગ્રસ્ત ગામોનું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજ ખાતે પરત આવશે. સાંજે 4 વાગ્યે સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક કરશે. 

અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે

આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે છે.   આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકારએ રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ રાજ્યમાં મોકલવામાં આવી હતી.


Gujarat