For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં આતંક મચાવનાર અછોડાતોડોએ કોર્પોરેટરની ચેન લૂંટી, બે ઝડપાયા

Updated: May 9th, 2024

વડોદરામાં આતંક મચાવનાર અછોડાતોડોએ કોર્પોરેટરની ચેન લૂંટી, બે ઝડપાયાimage : Freepik

Chain Snatcher Caught in Vadodara : વડોદરા શહેરમાં ગઈકાલે એક સાથે ત્રણ અછોડાતોડના લુંટારાઓએ કમાટી બાગ પાસે ચોથો એક કોર્પોરેટરનો અછોડો પણ તોડ્યો હતો. જે બનાવમાં પોલીસે બે શકમંદને ઝડપી પાડ્યા છે. 

વડોદરાના ફતેગંજ અને રાવપુરા વિસ્તારમાં એક સાથે ત્રણ મોર્નિંગ વોકર્સના અછોડા લૂંટવાના બનાવ બન્યા હતા. જેમાં ચોથો એક અછોડો પણ લૂંટાયો હતો પરંતુ તેની ફરિયાદ મોડી રાત સુધી થઈ ન હતી.

Article Content Image

વોર્ડ નંબર-૩ ભાજપના કોર્પોરેટર ડો.રાજેશ શાહ ગઈકાલે સવારે 6:30 વાગ્યાના અરસામાં સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે કમાટીબાગ બાલભવન પાસે બાઈક પર આવેલા બે અછોડાતોડ પૈકી પાછળ બેઠેલા અછોડાતોડે તેમના ગળામાંથી અછોડો તોડી લીધો હતો. 

કોર્પોરેટરે શહેર ભાજપ પ્રમુખ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસની ટીમો તાત્કાલિક દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં બે શકમંદોને ઝડપી પાડ્યા હતા. બંને અછોડા તોડની પોલીસની ટીમો પૂછપરછ કરી રહી છે. એકજ દિવસમાં તૂટેલા ચાર અછોડામાં આ ટોળકી સંડોવાયેલી હોવાનું પોલીસ માની રહી છે.

Gujarat