For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા સેન્ટ્રલ જેલમાં ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ કબજે : ચાર કેદી સામે ફરિયાદ

Updated: Apr 27th, 2024

વડોદરા સેન્ટ્રલ જેલમાં ખાડો ખોદીને સંતાડેલો મોબાઈલ કબજે : ચાર કેદી સામે ફરિયાદimage : Filephoto

Mobile Phone in Vadodara Jail : વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જડતી સ્કવોડના સ્ટાફ દ્વારા સર્કલ વિભાગ યાર્ડ 12 માં બેરેક નંબર 8 ના કેદી જીવન ચતુરભાઈ સોલંકીની શંકાના આધારે સગન પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન બેરેક નંબર 6 ની સામે ઝાડના થડ પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલો ગોલ્ડન કલરનો મોબાઈલ ફોન બેટરી સહિત અને સીમકાર્ડ વગરનો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે પોતે તથા અન્ય કાચા કામના આરોપીઓ ધીરજ દિપકભાઈ કનોજીયા તથા અલ્પેશભાઈ વાગવાણી તથા પાકા કામના કેદી સતીશ ભીખાભાઈ પઢીયાર સાથે મળીને મોબાઈલ વાપરતા હતા. જેથી જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Gujarat