For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકોમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે, કેવી રીતે કરવો બચાવ

Updated: Mar 28th, 2024

બાળકોમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે, કેવી રીતે કરવો બચાવImage:FreePik

નવી દિલ્હી,તા. 28 માર્ચ 2024,ગુરુવાર

કોવિડ પછી લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકડાઉનને કારણે લોકો લાંબા સમય સુધી તેમના ઘરોમાં જ કેદ રહ્યા, જે પાછળથી તેમની સ્થૂળતાનું કારણ બની ગયું. લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે ત્યારે કેટલીક બીમારીઓનું જોખમ વધી ગયું છે.

ભારતમાં ડાયાબિટીસના કેસ પહેલાથી જ વધુ હતા, પરંતુ હવે બાળકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે અને તેનું કારણ બાળકોમાં વધતી જતી સ્થૂળતા છે, જેના કારણે બાળકોમાં ડાયાબિટીસના કેસ 30 ટકાના દરે વધ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે.

બાળકોની બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો તેમના સ્થૂળતાનું સૌથી મોટું કારણ છે. આજકાલ બાળકો ઘરનો ખોરાક ટાળે છે અને બહારનું જંક ફૂડ વધુ ઉત્સાહથી ખાય છે. જેના કારણે તેમનામાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે.

Article Content Image

શા માટે બાળકોમા સ્થુળતા વધી રહી છે?

આ અંગે તબીબોનું કહેવું છે કે, ખાવાની ખોટી આદતોના કારણે બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. માતાપિતા વિચારે છે કે જો તેમના બાળકો જાડા છે તો તેઓ સ્વસ્થ છે. એટલા માટે તેઓ બાળકોને વધુ ખવડાવતા રહે છે. આજકાલ બાળકોમાં રમતગમતના અભાવને કારણે તેમની ફિટનેસ બગડી રહી છે અને આ બીમારી વધી રહી છે. આ સિવાય પણ ઘણા કારણો હોઇ શકે છે. 

આજકાલ મોટાભાગના બાળકોની ફિઝીકલી એક્ટીવ રહેવાનુ ઓછુ થઇ ગયુ છે. ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્થૂળતા ઝડપથી વધી રહી છે. આ દિવસોમાં બાળકો ફોન પર ગેમ રમે છે અને તેમનો મોટાભાગનો સમય ફોન અને ટીવી કે પછી લેપટોપમા જાય છે.

તાજેતરના એક સંશોધનમાં બાળકોમાં વધતી સ્થૂળતા અંગે ચેતવણી આપવામાં આવી છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. નાની ઉંમરે જ બાળકો મેદસ્વી બની જતા હોવાથી તેમનું ચયાપચય ધીમી પડી રહ્યું છે. નાની ઉંમરે બાળકોમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે.જેના કારણે બાળકોમાં ફેટી લિવરની સમસ્યા પણ વધી રહી છે. આ સિવાય તેમની વચ્ચે વધતી સ્થૂળતા પણ ટાઈપ-2 ડાયાબિટીસનું કારણ બની રહી છે. સ્થૂળતાના કારણે બાળકોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટેંસની સમસ્યા વધી રહી છે.

લક્ષણો

  • વારંવાર પેશાબ લાગવી 
  • ખૂબ તરસ લાગવી 
  • થાક
  • વધુ ભૂખ લાગવી
  • ઝાંખી દ્રષ્ટિ

શું કરવુ?

  • બાળકોના વજનને નિયંત્રિત કરવા માટે તેમને ઘરનો જ બનાવેલો પૌષ્ટિક ખોરાક ખવડાવો. 
  • બાળકોને બહારના જંક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રાખો. 
  • બાળકને નિયમિત કસરત કરવા પ્રેરિત કરો. શારીરિક રીતે સક્રિય રહેવાથી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.
  •  ખાંડના વધુ પડતા વપરાશથી બાળકને બચાવો.
  •  જો બાળકમાં ડાયાબિટીસના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
Gujarat