For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા બેઠકમાં સૌથી વધુ ધોળકાના મુંજપુર બૂથમાં 91.07 ટકા મતદાન થયું

Updated: May 9th, 2024

ખેડા બેઠકમાં સૌથી વધુ ધોળકાના મુંજપુર બૂથમાં 91.07 ટકા મતદાન થયું

- સૌથી વધારે અને સૌથી ઓછા બૂથ મતદાનમાં ધોળકાના નામે રેકોર્ડ

- સૌથી ઓછુ મતદાન પણ ધોળકાના લોલિયા-૨ બૂથ પર 26.49 ટકા મતદાન નોંધાયું

નડિયાદ : ખેડા લોકસભા બેઠકમાં ૭ મેના રોજ યોજાયેલા મતદાનમાં ૭ વિધાનસભામાં કુલ ૫૮.૧૨ ટકા મતદાન નોંધાયુ છે. જેમાં વિધાનસભા મુજબ સૌથી વધુ માતરમાં ૬૦ ટકા મતદાન થયુ છે. હવે ખેડા લોકસભાના તમામ બૂથ પર થયેલા મતદાનનો આંકડો સામે આવ્યો છે. આખી લોકસભાના તમામ બૂથ જોતા સૌથી વધુ મતદાન ધોળકા વિધાનસભાના મુંજપુરા બૂથ પર થયુ છે. તો સૌથી ઓછુ મતદાન ધોળકાના જ લોલિયા-૨ બૂથ પર નોંધાયુ છે. ખેડા લોકસભાના ૭ વિધાનસભામાં બૂથદીઠ કેટલુ મતદાન થયુ તેનો આંકડો પણ સામે આવી ગયો છે.

૭ મેના રોજ થયેલા મતદાનમાં દસક્રોઈ વિધાનસભાની વાત કરીએ તો આ વિધાનસભામાં કુલ ૩૭૮ બૂથ પર મતદાન થયુ હતુ. આ પૈકી સૌથી વધારે હુકા બૂથ પર ૮૨.૮૪ ટકા અને સૌથી ઓછુ નિકોલ-૧૮ બૂથ પર ૨૭.૨૬ ટકા મતદાન નોંધાયુ છે. આ સાથે ધોળકા વિધાનસભાની વાત કરીએ તો કુલ ૨૫૪ બૂથો પર મતદાન થયુ હતુ. જે પૈકી સૌથી વધારે મુંજપુર બૂથમાં ૯૧.૦૭ ટકા લોકોએ મતદાન કર્યુ છે. તો લોલિયા-૨ બૂથ પર સૌથી ઓછુ ૨૬.૪૯ ટકા મતદાન નોંધાયુ છે. 

આ તરફ માતર વિધાનસભાની વાત કરીએ તો કુલ ૨૮૩ બૂથો પર મતદાન થયુ અને તે પૈકી ખુમારવાડ બૂથ પર સૌથી વધુ ૮૯.૦૮ અને દાવડા-૩ બૂથ પર સૌથી ઓછુ ૩૮.૯૮ ટકા મતદાન થયુ છે. નડિયાદ વિધાનસભામાં જોઈએ તો કુલ ૨૪૯ બૂથ પર મતદાન થયુ અને તેમાંથી કણજરીના લક્ષ્મીપુરા-૪ બૂથ પર સૌથી વધુ ૮૫.૬૪ ટકા અને નડિયાદ-૫૨ નંબરના બૂથ પર સૌથી ઓછુ ૨૮.૯૬ ટકા મતદાન થયુ છે. 

આ સાથે જ મહેમદાવાદના કુલ ૨૭૬ બૂથ પર મતદાન પૈકી પણસોલીમાં સૌથી વધુ ૮૯.૭૪ અને વણસોલ-૩ બૂથ પર ૩૫.૪૦ ટકા સાથે સૌથી ઓછુ મતદાન નોંધાયુ છે. 

આ તરફ મહુધા વિધાનસભાના ૨૬૬ બૂથ પર મતદાન થયુ અને તેમાંથી યોગીનગર-૧ પર સૌથી વધુ ૭૯.૯૩ ટકા અને ચલાલી-૪ નંબરના બૂથ પર સૌથી ઓછુ ૩૫.૫૦ ટકા મતદાન નોંધાયુ છે. 

જ્યારે કપડવંજ વિધાનસભાની વાત કરીએ તો કુલ ૩૨૬ બૂથમાં દાસસવાડા-૩ નંબરના બૂથ પર સૌથી વધુ ૮૩.૬૫ ટકા મતદાન અને દંપત-૪ નંબરના બૂથ પર સૌથી ઓછુ ૩૯.૧૩ ટકા મતદાન નોંધાયુ છે.

ખેડા-આણંદ બેઠકમાં ક્યારે કેટલું મતદાન થયું ?

બેઠક

વર્ષ ૨૦૦૯

વર્ષ ૨૦૧૪

વર્ષ ૨૦૧૯

વર્ષ ૨૦૨૪

 

ખેડા

૪૧.૬૦

૫૯.૮૬

૬૧.૦૪

૫૮.૧૨

 

આણંદ

૪૮.૪૧

૬૪.૮૯

૬૭.૦૪

૬૫.૦૪

 

Gujarat