For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે વર્ષથી મંજૂર છતાં તંત્રએ કામ ન કરતાં ગુજરાતમાં આ તાલુકાના લોકોની ચૂંટણી બહિષ્કારની ચેતવણી

સુજલામ્ સુફલામ્ વિભાગના ઠાગાઠૈયા સામે ગ્રામજનો રોષે ભરાયા

Updated: Apr 20th, 2024

બે વર્ષથી મંજૂર છતાં તંત્રએ કામ ન કરતાં ગુજરાતમાં આ તાલુકાના લોકોની ચૂંટણી બહિષ્કારની ચેતવણી

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના પાંડવા તાબે આવેલા ટીમ્બાના મુવાડા ખાતે ઘાટિયા તળાવ ભરવા માટે વર્ષ-૨૦૨૨માં મંજૂરી મળવા છતાં આજદિન સુધી ભરવામાં ના આવતા આઠ ગામના લોકોએ બાલાસિનોર મામલતદારને આવેદન આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

મહીસાગર જિલ્લાના સુજલામ્ સુફલામ્ પૂર્વ યોજના હેઠળ પાંડવા ગામે આવેલા ઘાટિયા તળાવમાં ગ્રાન્ટ મંજુર થયેલી હોવા છતાં આજ દિન સુધી પાણી ભરવામાં આવ્યું નથી. આ બાબતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલી હતી. જે બાબતે સુજલામ સુફલામ સ્પેનગ કેનાલની સાથળ ૫૭,૨૯૦ કી.મી. પરના એચ.આર મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા તાબે ટીંબાનાં મુવાડા (પંટિયા) તળાવ ભરવા માટે પત્રથી અંદાજીત રકમ રૂા. ૭.૫૪ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલી છે. પ્રાંત કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી પરંતું જેતે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કરી કાર્યવાહી ન કરતા ખેડૂતો પાણી વગર વલખા મારી રહ્યા છે. તળાવમાં પાણી ભરવાથી ટીંબાના મુવાડા નાનાટીંબા, ભાઠોડા, તાજેરી, ખાણોના મુવાડા, પંજીના મુવાડા, ચલાલી, દોલતપોયડા અને ભગવતપુરા સહિતના ૮ ગામોને સીધો લાભ થાય તેમ છે. ત્યારે  સત્વરે તળાવ નહીં ભરાય તો ઉપરોક્ત આઠે ગામના ગ્રામજનો સામૂહિક ચૂંટણી બહિસ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર બાલાસિનોર મામલતદારને આપ્યું હતું. આ મામલે આગામી પાણી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવા માટેની હૈયાધારણા મામલતદારે આઠે ગામના આગેવાનોને આપી હતી. 

Gujarat