For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ડિવાઇડર અને ટ્રક સાથે અથડાતા મહિલાનું મોત

Updated: May 9th, 2024

સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ડિવાઇડર અને ટ્રક સાથે અથડાતા મહિલાનું મોત

- ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ પાસે કાર ચાલકે

- દંપતી કરનાળી ખાતે દર્શન કરી પરત ફરતું હતુ,પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

ડભોઇ : ડભોઇ તાલુકાના ધરમપુરી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું.પતિ-પત્ની અમાસ ભરવા માટે શ્રી કુબેરેશ્વર મંદિરે કરનારી ખાતે દર્શન કરી પરત આવતા અકસ્માત  સર્જાયો હતો.

ડભોઇ ખાતે ઝારોલવાગા પાસે રહેતા યશ રાજુભાઈ ધોબી અને તેઓની પત્ની અમાસ હોવાથી તાલુકાના કરનાળી ગામે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન કરી પરત ડભોઇ ફરતા દરમિયાન ધરમપુરી વળાંક પાસે  પોતાની  ગાડીના ચાલકે સ્ટિયરીંગ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ગાડી અથડઈને ડિવાઇડર કુદાડી સામેની સાઈડ રોડને નીચે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાતાં મહિલાને શરીર ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ  મોત નિપજ્યું હતું .આ અંગે પોલીસે અકસ્માતે  મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ફરિયાદી યસ રાજુભાઈ ધોબી રહે.ઝારોલાવગા નાકે ડભોઇ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે અમાસ હોવાથી દર્શન અર્થે પોતાની પત્ની કેયૂરી બેન પોતાની ગાડી  લઈ ગયા હતા.આ દરમિયાન દર્શન કરી તિલકવાડા રોડ થી પરત ડભોઇ આવતા તે વખતે ધરમપુરી ગામ પાસે નવીનગરી વળાંક પાસે અકસ્માત સર્જાતા  મહિલાને શરીર પર ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Gujarat