For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુક્રેને રશિયાનું ઘાતક બોમ્બર વિમાન ટીયુ-22 તોડી પાડ્યાનો દાવો, પરમાણુ બોમ્બ ઝીંકવા સક્ષમ

Updated: Apr 20th, 2024

યુક્રેને રશિયાનું ઘાતક બોમ્બર વિમાન ટીયુ-22 તોડી પાડ્યાનો દાવો, પરમાણુ બોમ્બ ઝીંકવા સક્ષમ

Image Source: Twitter

Russian Tu–22M3 Bomber: રશિયાના એક એરબેઝ પર તહેનાત એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડ્યા બાદ યુક્રેને રશિયાને બીજો ફટકો માર્યો છે.

યુક્રેને રશિયાના એક ઘાતક બોમ્બર વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ વિમાન પરમાણુ બોમ્બ લઈ જવામાં પણ સક્ષમ છે. રશિયાની એરફોર્સમાં કાર્યરત ટીયુ-22 એમ 3 પ્રકારનુ બોમ્બર વિમાન રશિયાના સ્ટાવરોપોલના દક્ષિણી હિસ્સામાં તૂટી પડ્યું હતું અને આકાશમાંથી તે ધરતી પર ખાબકી રહ્યુ હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો.

સામાન્ય રીતે રશિયા આ વિમાનો ઉપયોગ યુક્રેનના લક્ષ્યાંકો પર કેએચ-22 પ્રકારની ક્રુઝ મિસાઈલ લોન્ચ કરવા માટે કરે છે. જોકે આ મિસાઈલ પરમાણુ બોમ્બ ફેંકવા માટે પણ સક્ષમ છે. આ વિમાનને ચાર પાયલોટની ટીમ ઓપરેટ કરતી હોય છે. રશિયાની એરફોર્સ પાસે આવા 64 બોમ્બર વિમાનો હાલમાં હોવાનો અંદાજ છે.

યુક્રેને દાવો કર્યો હતો કે 'ટીયુ-22 વિમાન અમે જ તોડી પાડ્યુ છે. 'જ્યારે રશિયાએ કહ્યુ હતુ કે, 'આ વિમાન ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચાર પૈકીના ત્રણ પાયલોટને બચાવી લેવાયા હતા. જોકે અન્ય એક પાયલોટની શોધખોળ ચાલી રહી છે અને તેનુ મોત થયું હોવાની આશંકા છે.'

યુક્રેનનો દાવો સાચો હોય તો રશિયા માટે યુક્રેનની મારક ક્ષમતા ચિંતાનો વિષય બની શકે છે. કારણકે આ વિમાન યુક્રેનની સરહદની સેંકડો કિલોમીટર અંદર ક્રેશ થયું હતું. આ પહેલા પણ રશિયાના સેંકડો ફાઈટર જેટ તોડી પાડવાનો દાવો યુક્રેન કરી ચૂક્યું છે.


Gujarat