For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત સહિત આ દેશોમાં વસંત ઋતુ જાણે અદૃશ્ય! ફેબ્રુઆરીમાં જ ઉનાળો શરૂ, અભ્યાસમાં ઘટસ્ફોટ

વિશ્વના નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓના 50 વર્ષના સંશોધનાત્મક અભ્યાસનો ચિંતાજનક સંકેત

મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દક્ષિણ ભારત, જમ્મુ અને કાશ્મીરમાં શિયાળામાં ઠંડીના દિવસો ઓછા થઇ રહ્યા છે

Updated: May 2nd, 2024

ભારત સહિત આ દેશોમાં વસંત ઋતુ જાણે અદૃશ્ય! ફેબ્રુઆરીમાં જ ઉનાળો શરૂ, અભ્યાસમાં ઘટસ્ફોટ

Weather Updates News |  ભારત સહિત જાપાન, અમેરિકા, યુરોપમાંથી વસંત ઋતુ તબક્કાવાર અદ્રશ્ય થઇ રહી છે. ન માની શકાય તેવું ઋતુ પરિવર્તન તો એ થઇ રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનો ઉનાળાની શરૂઆતનો મહિનો હોય તેવાં લક્ષણો દેખાઇ રહ્યાં છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તો ફેબ્રુઆરીમાં  જ ઉનાળો શરૂ થઇ ગયો હોવાનું કહેવાય છે.

આ ઋતુ પરિવર્તન સમગ્ર વિશ્વ માટે ઘેરી ચિંતાનો વિેષય બની ગયો છે. 

ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન હાઉસ  ગેસ ઇફેક્ટ્સ,મરિન ઇકો સિસ્ટમ વગેરે પરિબળો વિશે ગહન સંશોધનાત્મક અભ્યાસ કરતી અમેરિકાની પ્રસિદ્ધ ક્લાઇમેટ  સાયન્સ એટ કલાઇમેટ  સેન્ટ્રલ સંસ્થા તથા યુરોપિયન કમિશન દ્વારા સંચાલિત  કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ(સી થ્રી એસ)ના વિજ્ઞાાનીઓએ સતત પાંચ દાયકા સુધી કરેલા વ્યાપક સંશોધનાત્મક અભ્યાસ દ્વારા આવી  ચિંતાજનક માહિતી મળે છે.

ક્લાઇમેટ સાયન્સ એટ ક્લાઇમેટ સેન્ટ્રલના વાઇસ પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરના હવામાનશાસ્ત્રી એન્ડ્રુ પર્સિંગ કહે છે, ૧૯૭૦થી ૨૦૨૩ના  પાંચ દાયકા દરમિયાન ભારત સહિત જાપાન, અમેરિકા, યુરોપમાં વધી રહેલી ગરમીની આંકડાકી માહિતી અને અન્ય  પરિબળોના ગહન સંશોધન અને અભ્યાસના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

યુરોપિયન કમિશન દ્વારા સંચાલિત કોપરનિકસ ક્લાઇમેટ સર્વિસ(સી ૩ એસ) દ્વારા માર્ચમાં   રજૂ કરવામાં આવેલા અહેવાલમાં પણ ૨૦૨૪ના ફેબ્રુઆરીને છેલ્લાં ૧૦૦ વર્ષના સૌથી ગરમ મહિનો ગણવામાં આવ્યો છે.એટલે કે ૧૮૫૦થી ૧૯૦૦ સુધીના સમયગાળાના, ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સરેરાશ વૈશ્વિક તાપમાન કરતાં  ૧.૭૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ રહ્યું હતું.ફેબ્રુઆરીનું આટલું તાપમાન પેરિસ કરારમાં સરેરાશ વૈશ્વિક તાપમાનની મર્યાદા  ૧.૫ ડિગ્રી સેલ્સિયસની સ્વીકારવામાં આવી છે. જોકે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં તો આ મર્યાદા કરતાં પણ વધુ ગરમી નોંધાઇ છે.

* ભારતમાં શિયાળામાં ઠંડીના દિવસો સતત ઓછા થઇ રહ્યા છે : 

  આ બંને ક્લાઇમેટ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે  અમારા પાંચ દાયકાના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું  છે કે  ભારતમાં શિયાળામાં ઠંડીના દિવસો સતત ઓછા થઇ રહ્યા છે. જ્યારે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.ઉદાહરણરૂપે મણીપુરમાં સરેરાશ તાપમાનમાં ૨.૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે, જે સૌથી વધુ  છે.  દિલ્હીમાં સરેરાશ તાપમાન ૦.૨૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સૌથી નીચું છે.ઉપરાંત,ઉત્તર ભારતનાં અને મધ્ય ભારતનાં રાજ્યોમાં શિયાળાનો જાન્યુઆરી પૂરો થાય અને ફેબ્રુઆરી શરૂ થાય કે તરત જ ગરમીનો અનુભવ પણ શરૂ થાય છે.

રાજસ્થાનમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. દિલ્હી,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુ -કશ્મીરમાં પણ સરેરાશ મહત્તમ તાપમાન ૨.૦ ડિગ્રી વધ્યું છે.

૨૦૨૩ના શિયાળામાં  હવામાન વિભાગ દ્વારા આખા મહારાષ્ટ્રમાં એક પણ દિવસ કોલ્ડ વેવ(ઠંડીનું મોજું) જાહેર નથી થયો. આ પરિવર્તનનો અર્થ એવો થયો કે  મહારાષ્ટ્રમાં ૨૦૨૩નો શિયાળો પણ અગાઉના શિયાળાની સરખામણીએ ઘણો ઓછો ટાઢોબોળ રહ્યો છે.બીજા અર્થમાં વધુ ગરમ રહ્યો છે.  

દક્ષિણ ભારતમાં પણ ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ગરમાટાનો અનુભવ થઇ રહ્યો છે.કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ફેબ્રુઆરી જાણે કે ઉનાળાની શરૂઆત થઇ હોય તેવાં કુદરતી પરિવર્તન જોવા મળ્યાં છે. 

આમ પણ ભારત સહિતસમગ્ર  વિશ્વના નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓએ ઘેરી ચિંતા વ્યક્ત કરીને કહે  છે કે  ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજી પણ અસંખ્ય લોકો રોજબરોજના જીવનમાં કોલસો, બળતણનાં લાકડાં, ગાય -ભેંસના ગોબરમાંથી બનેલાં છાણાં, કુદરતી ગેસ, ઓઇલ વગેરે(જેને હવામાનશાસ્ત્રીઓ ફોસીલ  ફ્યુઅલ્સ  કહે છે) નો બહોળો ઉપયોગ કરે છે.આ બધાંના ઉપયોગથી આખું વર્ષ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે.

* ફોસલ ફ્યુઅલ્સમાંથી ફેલાતા મિથેન, વાહનોમાંથી  ફેંકાતા કાર્બનડાયોક્સાઇડ  પૃથ્વીના  ગગોળાને  ગરમ કરે છે:  

  ભારત હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર  જનરલ અને ભારત સરકારના સલાહકાર (નિવૃત્ત--પુણે કેન્દ્ર) ડો.અનુપમ કશ્યપી  તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહે છે,સાચી વાત છે.  વ્યાપક  સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ફોસીલ ફ્યુઅલ્સ એટલે કે લાકડાં, છાણાં, કુદરતી ગેસ વગેરે બળવાથી  ૨૦૨૩માં વાતાવરણમાં ૧૨૦ મેટ્રીક ટન જેટલો મિથેન વાયુ ફેલાયો હતો.

 મિથેન વાયુ પૃથ્વીના ગોળામાં થઇ રહેલી ગ્રીન હાઉસ ઇફેક્ટ્સનું મૂળ કેન્દ્ર ગણાય છે. ઉદાહરણરૂપે ૨૦મી સદીની શરૂઆતમાં વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં  મિથેન વાયુના ફેલાવાથી વૈશ્વિક તાપમાનમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ઉપરાંત, કેરોસીન, ડિઝલ, સીએનજી., વાહનોમાંથી ફેંકાતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનમોનોક્સાઇડ વાયુઓ,ઝડપથી  વધી રહેલા ઉદ્યોગો, જમીન-માટીનું ઘટી રહેલું પ્રમાણ વગેરે પરિબળો પણ આ ચિંતાજનક પરિવર્તન માટે કારણભૂત છે.

* અમેરિકા, જાપાન, યુરોપમાં  વસંત ઋતુનું આગમન(ચેરી બ્લોસમ સિઝન)  બહુ વહેલું થાય છે : આ  બંને  અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે જાપાનમાં ૧૯૫૩થી  વસંત ઋતુનું આગમન ૧.૨ દિવસ વહેલું શરૂ થયું છે. જાપાનમાં માર્ચથી એપ્રિલ દરમિયાન વસંત ઋતુમાં ચેરીનાં વૃક્ષો પર મનમોહક પુષ્પ ખીલી ઉઠે છે. જાપાનનાં ટોક્યો, ક્યોટો,ઓસાકા સહિત અન્ય શહેરમાં ૧૯૬૧થી ૧૯૯૦ દરમિયાન ચેરીનાં વૃક્ષો પર  ૨૯,માર્ચથી ચેરીનાં વૃક્ષો પર સફેદ અને ગુલાબી રંગનાં સુંદર,મનોહર ફૂલ ખીલવાનું શરૂ થયું છે. જોકે ૧૯૯૧થી ૨૦૨૦ના સમયગાળામાં ચેરીનાં વૃક્ષો પર પુષ્પ ખીલાવાની કુદરતી પ્રક્રિયા ૨૪ માર્ચથી શરૂ થઇ  છે.

અમેરિકાના વોશિંગ્ટન ,ડીસી  સહિત અન્ય શહેરોમાં તો છેક ૧૯૨૧થી  વસંત ઋતુમાં ચેરી બ્લોસમની સિઝન પરંપરાગત સમય કરતાં એક સપ્તાહ વહેલી શરૂ થઇ ગઇ છે. 

જ્યારે ઉત્તર  અને મધ્ય યુરોપમાં પણ ૨૦૧૮થી વસંત ઋતુ વહેલી શરૂ થઇ રહી છે.ચેરીનાં વૃક્ષો સહિત અન્ય વૃક્ષો પર સુંદર -રંગબેરંગી ફૂલો ખીલે છે. જોકે યુરોપના ઘણા વિસ્તારોમાં તો વસંત ઋતુ દરમિયાન જ માટીમાંનો ભેજ ઓછો થઇ જાય છે.પરિણામે ખેતીવાડીનો પાક બરાબર નથી થઇ શકતો. 

Article Content Image

Gujarat