For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયલ મુદ્દે ગૂગલના કર્મચારીઓના ઓફિસમાં આઠ કલાક ધરણાં, અનેકની ધરપકડ, આખરે શું છે તેમની માગ?

Updated: Apr 17th, 2024

ઈઝરાયલ મુદ્દે ગૂગલના કર્મચારીઓના ઓફિસમાં આઠ કલાક ધરણાં, અનેકની ધરપકડ, આખરે શું છે તેમની માગ?

Google Employees Protest: વિશ્વના બે દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ગૂગલના કર્મચારીઓએ ઈઝરાયલ સરકાર સાથે કંપનીના કામ સામે વિરોધ કર્યો છે. ગૂગલની કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક ઓફિસમાં અનેક કર્મચારીઓએ આઠ કલાક સુધી ધરણાં કર્યા. આ ઘટનામાં કંપનીએ પોલીસની પણ મદદ લેવી પડી, જેમાં અનેક કર્મચારીઓની ધરપકડ થયાના અહેવાલ છે.

કર્મચારીઓ માગ શું છે?

અહેવાલો અનુસાર, ગૂગલના કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ પ્રોજેક્ટ નિંબસ છે, જે વર્ષ 2021માં ગૂગલ અને ઈઝરાયલ સરકાર વચ્ચે કરાર થયો હતો. એઆઈ કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટની કિંમત એક અબજ ડોલર છે. મંગળવાર (16મી એપ્રિલ)  કેટલાક કર્મચારીઓએ ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયનની ઓફિસને ઘેરીને આઠ કલાક સુધી ધરણાં કર્યા હતા. તેમની માગ છે કે, ગૂગલે ઈઝરાયલની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ તાત્કાલિક બંધ કરવી જોઈએ કારણ કે, તેઓ ગાઝામાં ભારે હિંસા કરી રહ્યા છે. 

કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર

જે કર્મચારીઓ આ વિરોધીઓમાં સામેલ હતા, તેમણે કંપનીના પ્રોજેક્ટ નિંબસ અને તેના માટે ઈઝરાયલ સરકારના સમર્થનની ટીકા કરી હતી. જો કે, કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર પણ છે. કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહેલા હાસિમે કહ્યું કે, 'પ્રોજેક્ટ નિંબસના કારણે ઘણાં કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે.'

Article Content Image

Gujarat