For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિજ્ઞાનીઓએ ગણતરીની મિનિટોમાં જ કેન્સરને પકડી શકે તેવું ઉપકરણ શોધ્યું, સારવાર ઝડપી બનશે

લિકિવડ બ્લડના સ્થાને લોહીના સૂકા ધબ્બાની મદદથી ટેસ્ટિંગ થાય છે

જઠર અને આંતરડાના કેન્સરવાળા દર્દીઓ ઉપકરણ પારખી શકે છે

Updated: Apr 24th, 2024

વિજ્ઞાનીઓએ ગણતરીની મિનિટોમાં જ કેન્સરને પકડી શકે તેવું ઉપકરણ શોધ્યું, સારવાર ઝડપી બનશે

બેઇજિંગ,24 એપ્રિલ,2024, બુધવાર 

મશીન લર્નિગના ઉપયોગથી કેન્સરની સરળતાથી તપાસ થઇ શકે તે દિશામાં ચિકિત્સાશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. આ માટે વૈજ્ઞાનિકોએ એવું ખાસ ઉપકરણ તૈયાર કર્યુ છે જો ગણતરીની મીનિટોમાં જ કેન્સર પકડી પાડે છે. આ મશીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તપાસ માટે લિકિવડ બ્લડના સ્થાને લોહીના સૂકા ધબ્બાની મદદથી પણ પરિણામ મેળવી શકાય છે. 

આ ઉપકરણની ખાસિયત એ છે કે જઠર અને આંતરડાના કેન્સરવાળા દર્દીઓ અને કેન્સર વગરના દર્દીઓ વચ્ચેનો ભેદ પારખી શકે છે. સંશોધકોનું માનવું છે કે લોહીમાં રહેલા કેટલાક રસાયણો વડે ટેસ્ટ કરીને ૮૨ થી ૧૦૦ ટકા કિસ્સામાં કેન્સરની તપાસ થઇ શકે છે. લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર આ નવા ઉપકરણમાં મશીન લર્નિગનો ઉપયોગ કરવામાં આવે છે જે બ્લડ સેમ્પલમાં મેટાબોલાઇટસના બાય પ્રોડકટનું વિશ્વલેષણ કરે છે.મેટાબોલાઇટિસ લોહીના તરલ ભાગમાં જોવા મળે છે જેને સીરમ કહેવામાં આવે છે.

Article Content Image

આ મેટાબોલાઇટિસ બાયોમાર્કરના સ્વરુપે કામ કરે છે જે શરીરમાં સંભવિત રીતે કેન્સરની હાજરીને ઓળખી શકે છે. આ ટેસ્ટને વિકસિત કરનારા ચીનના વૈજ્ઞાાનિકોએ કેટલાક મહત્વના તારણ કાઢયા છે કે દુનિયમાં કેટલાક ઘાતક ગણાતા કેન્સર માટે કોઇ બ્લડ ટેસ્ટ નથી જે બીમારી અંગે સટિક જણાવી શકતા નથી. સામાન્ય રીતે તબીબો કેન્સર માટે ઇમેજિંગ કે સર્જરી ટેકનિકનો ઉપયોગ કરે છે. જયારે આ નવા પ્રકારના ટેસ્ટ માટે માત્ર ૦.૦૫ મિલીલીટર કરતા પણ ઓછા લોહીની જરુર પડશે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિલના આસિ પ્રોફેસર ડૉકટર ચુઆન કુઆંગનું માનવું છે કે લિકિવડ બ્લડની સરખામણીમાં સુકા લોહીને એકત્ર કરવું, સુરક્ષિત રાખવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવું વધુ સરળ છે. ખૂબજ ઓછી કિંમતમાં ઉપકરણોની મદદથી ટેસ્ટ કરી શકાય છે. કેન્સર સ્ક્રિનિંગ કાર્યક્રમોમાં આનો ઉપયોગ કરવામાં આવેતો આ પરીક્ષણ વધુ સચોટ સાબીત થઇ શકે છે. આવનારા સમયમાં કેન્સરની બીમારી સતત વધવાની છે ત્યારે કેન્સર ડિટેકશનની ઝડપી રીત ખૂબજ મહત્વની સાબીત થશે.

Gujarat