For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘રૉ’ના અધિકારીએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, અમેરિકન મીડિયાનો ભારત પર ફરી આરોપ

Updated: Apr 29th, 2024

‘રૉ’ના અધિકારીએ જ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, અમેરિકન મીડિયાનો ભારત પર ફરી આરોપ
Image Twitter

Khalistani Terrorist Pannu:  ફાઈનાન્સિયલ ટાઈમ્સે ગયા વર્ષે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાએ પણ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. પરંતુ હવે વોશિંગ્ટન પોસ્ટે આ અંગે દાવો કર્યો છે કે, ‘રૉ’ના અધિકારીએ જ ખાલિસ્તાન સમર્થક પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 

અમેરિકન મીડિયાનો ભારત પર ફરી આરોપ 

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકન મીડિયાએ ભારતની તપાસ એજન્સી RAW પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ અધિકારી વિક્રમ યાદવે એક ટીમને કામ માટે રાખી હતી, અને અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પર હુમલાની યોજના બનાવવામાં આવી હતી. 

વિક્રમ યાદવે પન્નુ વિશે માહિતી મોકલી હોવાનો રિપોર્ટમાં દાવો

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિક્રમ યાદવે પન્નુ વિશે બધી માહિતી મોકલી હતી, જેમાં તેનું ન્યૂયોર્કનું સરનામું પણ સામેલ હતું. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો, કે વિદેશ મંત્રાલયે તેના લેખ પર કોઈ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

તમને જણાવી દઈએ કે, આ પહેલા નવેમ્બર 2022માં ફાઈનાન્સિયલ ટાઈમ્સેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ કર્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પન્નુને ખતમ કરવાના ષડયંત્રમાં ભારત સામેલ હોવાની ચિંતા પર અમેરિકાએ ભારત સરકારને ચેતવણી આપી હતી.

એ પછી મેનહટન કોર્ટમાં એક આરોપ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિખિલ ગુપ્તા નામના એક વ્યક્તિએ પન્નુની હત્યાની યોજનામાં ભારત સરકારના અધિકારીઓની મિલિભગત છે, કે જેઓ પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે. 

Gujarat