For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયેલ વિરોધી દેખાવો માટે અમેરિકન યુનિવર્સિટીઓને નોટિસ : કોંગ્રેસ તપાસ કરશે

Updated: May 2nd, 2024

ઈઝરાયેલ વિરોધી દેખાવો માટે અમેરિકન યુનિવર્સિટીઓને નોટિસ : કોંગ્રેસ તપાસ કરશે

- યહુદી વિદ્યાર્થીઓના રક્ષણ માટે વચન

- પેલેસ્ટાઈન તરફી 1000 થી વધુ દેખાવકાર વિદ્યાર્થીઓની ધરપકડ : કોંગ્રેસની શિક્ષણ સમિતિના અધ્યક્ષે તે વિદ્યાર્થીઓને લવારા કરનારા અને ''નકામા'' કહી દીધા

વોશિંગ્ટન : વાત બહુ સ્પષ્ટ છે. અમેરિકા બહારથી જે કહે તે પરંતુ હાર્દથી ઈઝરાયલ તરફી રહ્યું છે. બીજી તરફ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઈઝરાયલ વિરોધી દેખાવો જોર પકડતા જાય છે. પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓ અને ઈઝરાયલ તરફી વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થતા રહે છે. યહુદી વિદ્યાર્થીઓ ઉપર પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓ હુમલા કરી રહ્યા છે. આ બાબત પ્રમુખ જો બાયડેન સુધી પણ પહોંચી છે. આ તોફાનો વિશેષત: એલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા- લોસ-એન્જલ્સ અને યુનિવર્સિટી ઓફ મીશીગનમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા છે. પેલેસ્ટાઈન તરફી દેખાવકારો તંબુઓ નાખી કોલેજ કેમ્પસમાં પડયા હતા. તો તેમની ઉપર ઈઝરાયલ તરફી વિદ્યાર્થીઓ તૂટી પડયા હતા. તેમના તંબુઓ ઉખેડી નાખ્યા હતા. આમ રમખાણો હાથ બહાર જતા જોઈ ''ચેરપર્સન ઓફ ધી હાઉસ એજ્યુકેશન એન્ડ વર્કફોર્સ કમિટિ'' વર્જીનિયા ફોક્સે ચેતવણી આપતા યુનિવર્સિટીઓ જ કમિટીના હાથમાં લેવાનું કહી દીધું. સાથે પેલેસ્ટાઈન તરફી દેખાવકાર વિદ્યાર્થીઓને 'લવારા કરનારા' અને 'નકામા' કહી દીધા હતા. તેઓએ કહ્યું ''કોલેજો કે તોફાની તરૂણો માટેની નાટકની રંગભૂમિ નથી કે કટ્ટરવાદી વિદ્યાર્થીઓ માટેની યુદ્ધભૂમિ પણ નથી.''

બીજી તરફ કોલેજ-કેમ્પસમાં ઘૂસીને પોલીસે તે ટેન્ટોમાંથી વિદ્યાર્થીઓને બળજબરીથી બહાર કાઢ્યા હતા અને જે ટેન્ટો હજી ઈઝરાયલ તરફીઓએ ઉખેડયા ન હતા. તે પણ ઉખેડી નાખ્યા હતા.

હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સના સ્પીકર માઈક જ્હોનસને આ ઘટના અંગે તપાસ યોજવા કોંગ્રેસે સમિતિ સ્થાપવાના લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. જ્યારે ૮૦ વર્ષના નોર્થ કેરોલિનાના પ્રતિનિધિઓ અને હાઉસ કમિટીમાં ચેરપર્સન વર્જીનીયા ફોકસે વિદ્યાર્થીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોલેજોની દિવાલો ઉપર ચીતરામણ કરવાની (પેલેસ્ટાઈન તરફી લખાણો લખવાની) તેમજ કેમ્પસની ગોંદરી (લોન) કે વૃક્ષો ઉપર પણ (પેલેસ્ટાઈન તરફી ચીતરામણ કરવાની કોઈપણ કાર્યવાહી ચલાવી નહીં લેવાય. આવી કાર્યવાહી કરનારને સખત નશ્યત કરવામાં આવશે. આ સાથે ફરી એકવાર તેઓએ યહુદી વિદ્યાર્થીઓના રક્ષણની ખાતરી ઉચ્ચારી હતી. (વાત સીધી છે યુએસ ઈઝરાયલ તરફી જ છે)

Gujarat