For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'હવે દુનિયા જોશે આઝાદીના મુદ્દા પર આપણે ક્યાં ઊભા છીએ', મુઇજ્જૂએ ફરી ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

Updated: Apr 23rd, 2024

'હવે દુનિયા જોશે આઝાદીના મુદ્દા પર આપણે ક્યાં ઊભા છીએ', મુઇજ્જૂએ ફરી ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું

Maldives President Muizzu Statement : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સમુદાય હવે એ સમજશે કે માલદીવના લોકો ક્યાં ઊભા છે, ખાસ કરીને સંપ્રભુતા અને આઝાદીના મુદ્દા પર.' મુઇજ્જૂનું આ ચીન સમર્થિત નિવેદન સંસદીય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ સોમવારે એક કાર્યક્રમમાં આપ્યું છે.

રવિવારે થયેલી ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ વાળી પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસે (PNC) 93માંથી 68 બેઠક પર જીત મેળવી. જ્યારે PNCની ગઠબંધન પાર્ટીઓ માલદીવ નેશનલ પાર્ટીએ અને માલદીવ ડેવલોપમેન્ટ એલાયન્સે બે બેઠકો પર જીત મેળવી. જેનાથી પીપલ્સ મજલિસ (સંસદ)માં તેમની કુલ બે-તૃત્યાંશથી વધુની સંખ્યા થઈ ગઈ.

સંસદમાં બહુમતિનો મતલબ છે કે મુઇજ્જૂની પાર્ટીનું ન માત્ર કાયદો બનાવવા પર નિયંત્રણ હશે પરંતુ ધારાસભા પણ તેના નિયંત્રણમાં હશે, જે કાયદાની પુષ્ટી કરે છે. ધારાસભામાં અત્યાર સુધી બે વિરોધી ગઠબંધન હતા અને સરકાર અને ધારાસભા વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ બની ચૂકી છે. સંસદીય ચૂંટણીઓમાં PNCની મોટી જીતને ભારતની વિદેશ નીતિ માટે ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. ભારત અને ચીન બંને હિન્દ મહાસાગરમાં રણનીતિક રીતે મહત્વપૂર્ણ દ્વીપ સમૂહમાં ચૂંટણી પરિણામને નજીકથી જોવાઈ રહ્યા હતા.

મુઇજ્જૂએ માલદીવમાં ઈન્ડિયા આઉટ અભિયાન શરૂ કર્યું હતું અને આ બહાને તેઓ ગત વર્ષે સત્તામાં આવ્યા હતા. નવેમ્બરમાં પદભાર સંભાળ્યા બાદ તેમણે ચીનની મુલાકાત લીધી હતી અને રક્ષા સહિતના અલગ અલગ ક્ષેત્રોમાં બીજિંગની સાથે માલેના સંબંધોને મજબૂત કરવાનો સંકલ્પ લીધો.

મુઇજ્જૂએ ભારત પર આડકતરી રીતે કર્યા કટાક્ષ

સંસદીય ચૂંટણીઓમાં પહેલા ભારત સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વવાળી મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપીએ નવી દિલ્હીની સાથે સંબંધ યથાવત રાખવાની સલાહ આપી હતી. પરંતુ એમડીપીને માત્ર 15 બેઠકો મળી. તો 88 ભારતીય સૈન્ય કર્મીઓને પરત મોકલનારા મુઇજ્જૂએ કહ્યું કે, અમે કે ગૌરવશાળી રાષ્ટ્ર છીએ જે સંપ્રભુતા અને સ્વતંત્રતાથી પ્રેમ કરીએ છીએ, જેને અમે આંતરરાષ્ટ્રીય સમુદાયોને પણ બતાવ્યા છે.

મુઇજ્જૂએ કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે, સંસદીય ચૂંટણી પરિણામે એ સાબિત કરી દીધું કે માલદીવના લોકો વિદેશી દબાણ વગર પોતાનું ભવિષ્ય નક્કી કરવાની આઝાદી ઈચ્છે છે.


Gujarat