For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં H-1B વીઝા માટે ટૂંક સમયમાં શરૂ થશે લોટરી સિસ્ટમ, ભારતીયોને મળશે ફાયદો

Updated: Mar 29th, 2024

Article Content Image

Image Source: Freepik

અમેરિકાની સરકાર ટૂંક સમયમાં H-1B વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS) H-1B વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજીમાંથી લોટરીની માધ્યમથી અરજીને પસંદવામાં આવશે.

H-1B વીઝાના રજિસ્ટ્રેશન તાજેતરમાં જ બંધ થઈ ગયા છે. નાણા વર્ષ 2025 માટે H-1B વીઝાના શરૂઆતી રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 22 માર્ચ હતી. જોકે બાદમાં આને વધારીને 25 માર્ચ કરી દેવામાં આવ્યા હતા. USCIS એ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં લોટરીની તારીખનું એલાન કરવામાં આવશે. H-1B વીઝાની માંગ સૌથી વધુ છે, તેથી અમેરિકી એજન્સી લોટરી સિસ્ટમનો ઉપયોગ કરે છે.

અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને H-1B વીઝા જારી કરે છે. જેમાંથી 20 હજાર વીઝા તે લોકોને આપવામાં આવે છે, જે અમેરિકાની કોઈ યુનિવર્સિટીથી ડિગ્રી પ્રાપ્ત કરે છે. બાકીના 65 હજાર વીઝા લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.

USCIS અનુસાર રજિસ્ટ્રેશન પૂરુ થયા બાદ જેનું સિલેક્શન થશે, તેમને 31 માર્ચ સુધી myUSCIS ઓનલાઈન એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવશે. જે બાદ 1 એપ્રિલથી H-B કેપ પિટીશન માટે ઓનલાઈન ફોર્મ જમા કરવામાં આવશે જ્યારે H-1B નોન-કેપની પિટીશનની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

USCISએ જણાવ્યુ કે બિન-પ્રવાસી વર્કર માટે એપ્લીકેશન ફોર્મ I-129 અને પ્રીમિયમ સેવા માટે એપ્લીકેશન ફોર્મ I-907 ઓનલાઈન ઉપલબ્ધ છે. 

પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ 2025 માટે વીઝા એપ્લીકેશન લેવામાં આવશે. વર્ષો બાદ અમેરિકી સરકારે વીઝા ફી માં વધારો પણ કરી દીધો છે. વીઝા ફી ને 10 ડોલરથી વધારીને 110 ડોલર કરી દેવાઈ છે. H-1B વીઝા માટે પણ રજિસ્ટ્રેશન ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર થઈ ગઈ છે.

H-1B વીઝા બિન-ઇમિગ્રન્ટ વીઝા છે. આ અમેરિકી કંપનીઓને વિદેશી વર્કરોને નિમણૂક કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકી કંપનીમાં નોકરી કરે છે તો તેને H-1B વીઝા જારી કરવામાં આવે છે. શરૂઆતમાં આ 3 વર્ષ માટે વેલિડ હોય છે, જેને વધારીને 6 વર્ષ સુધી કરવામાં આવી શકે છે.

H-1B વીઝાના સૌથી મોટા લાભાર્થી ભારતીય છે. આંકડા અનુસાર અમેરિકા દર વર્ષે જેટલા લોકોને H-1B વીઝા જારી કરે છે. તેમાંથી 70 ટકાથી વધુ ભારતીયોને મળે છે. 

Gujarat