For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયેલ-ઈરાનના વિમાની યુદ્ધ વચ્ચે ફસાયા ત્રણ દેશ, તણાવથી આખી દુનિયા ચિંતામાં

Updated: Apr 19th, 2024

ઈઝરાયેલ-ઈરાનના વિમાની યુદ્ધ વચ્ચે ફસાયા ત્રણ દેશ, તણાવથી આખી દુનિયા ચિંતામાં

Iran-Israel Controversy : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાને 13 એપ્રિલે અડધી રાત્રે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. તેના એક સપ્તાહ બાદ ઈઝરાયેલે પણ ઈરાન પર જવાબી હુમલો કર્યો છે, ત્યારબાદ ઈરાને હુમલો થયો હોવાની વાતને રદીયો આપી દીધો છે. જ્યારે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ પહેલા અમેરિકી અધિકારીઓએ ઈરાન પર ઈઝરાયેલે હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. 

ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ, સૈન્ય એરબેઝ પર હુમલો?

અમેરિકી અધિકારીઓના દાવા મુજબ ઈઝરાયેલે ઈરાકના ઘણા ઠેકાણો પર હુમલો કર્યો છે, જેમાં સૌથી વધુ ઈસ્ફાહાન શહેરને નુકસાન થયું છે. ઈરાન માટે ઈસ્ફાહાન ખૂબ જ મહત્વનું શહેર છે, કારણ કે ત્યાં ન્યૂક્લિયર પ્લાન્ટ પણ આવેલો છે. આ ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ (The New York Times)ના ત્રણ ઈરાની અધિકારીઓએ ઈસ્ફહાન પાસે સૈન્ય એરબેઝ પર હુમલો થયો હોવાની પુષ્ટી કરી છે. જ્યારે ઈરાનની સ્પેસ એજન્સીના પ્રવક્તા હુસૈન દલીરિયને ત્રણ ઈઝરાયેલી ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. સીરિયા (Syria)ના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ તેના એર ડિફેન્સ સિસ્ટમ સાથે ઈઝરાયેલી મિસાઈલ ટકરાઈ હોવાનો દાવો કર્યો છે. ઈરાક (Iraq)માં પણ ઈઝરાયેલી મિસાઈલ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે અમેરિકા (America)એ સીરિયા અને ઈરાકમાં મિસાઈલ હુમલો થયો હોવાની પુષ્ટી કરી નથી.

મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ શરૂ થવાનો ખતરો

હવે આ તમામ ઘટનાઓને લઈ વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને મધ્ય પૂર્વમાં વધુ એક નવું યુદ્ધ શરૂ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભારેલા અગ્નિજેવી સ્થિતિ હોવાથી તે બંને દેશો વચ્ચેના દેશો પિસાઈ રહ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે, જો વાત વધુ બગડશે તો મધ્ય પૂર્વમાં બદત્તર સ્થિતિ સર્જાઈ શકે છે.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે આ દેશો ફસાયા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની ભારેલી અગ્નિ જેવી સ્થિતિ માતે તે બંને વચ્ચે જ સીમિત નથી, પરંતુ તેમાં નવ દેશો પણ સામેલ છે. એક તરફ ઈરાન સાથે ઈરાક, સીરિયા અને યમન છે, તો બીજીતરફ અમેરિકા, બ્રિટન અને જોર્ડન ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે. વિવાદ વચ્ચેની સૌથી મહત્વની વાત એ છે કે, આ બંને દેશો વચ્ચે સૌથી ખરાબ રીતે ઈરાક, સીરિયા અને જોર્ડન ફસાયા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે 1000 કિલોમીટરનું અંતર છે, જોકે આ અંતર પાર કરવા માટે ત્રણ દેશોને પાર કરવું જરૂરી છે.

કેવી રીતે ફસાયા આ ત્રણ દેશ?

• જોર્ડન (Jordan) : લગભગ સવા કરોડની વસ્તી ધરાવતો આ દેશ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સેન્ડવિચ બની ગયો છે. જોર્ડની સરહદ સીરિયા, ઈરાન અને સાઉદી અરેબિયા (Saudi Arabia) ઉપરાંત વેસ્ટ બેંક અને ઈઝરાયેલને અડીને આવેલી છે.

• સીરિયા : આ દેશમાં લગભ બે કરોડ ત્રીસ લાખની વસ્તી છે. સીરિયા જોર્ડનના ક્ષેત્રફળ કરતા મોટું છે, પરંતુ આ દેશ પણ ચારેકોરથી ઘેરાયેલો છે. સીરિયાની સરહદ તુર્કેઈ (Turkey), ઈરાક, જોર્ડન, લેબનોન (Lebanon) અને ઈઝરાયેલને અડીને આવેલી છે.

• ઈરાક : સાડા ચાર કરોડથી વધુની વસ્તી ધરાવતો આ દેશ મધ્ય-પૂર્વ દેશોનો બીજા સૌથી મોટો દેશ છે. ઈરાકની બોર્ડર તુર્કેઈ, ઈરાન, કુવૈત (Kuwait), સાઉદી અરેબિયા, જોર્ડન અને સીરિયાને અડીને આવેલી છે.

Gujarat